________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
ત્રીજું ગુરુદ્રવ્ય લૂંછનક્રિયા પ્રયુક્ત છે. હાથમાં ધન રાખીને તે હાથ ત્રણ વાર ગુરુભગવંતની સામે ગોળાકારે (આવર્ત રૂપે) ફેરવવા અને પછી ચરણોની પાસે તે ધન મૂકી દેવું તેને લૂંછનરૂપ ગુરુદ્રવ્ય કહેવાય છે. - ધનસ્વરૂપે ગુરુચરણે મૂકેલા પૂજાઈ ગુરુદ્રવ્યનો ઉપયોગ ક્યાં થઈ શકે ? એ પ્રશ્નનો જવાબ એ છે કે ‘શ્રાદ્ધજિતકલ્પ” ગાથા ૬૮ માં આવા ગુરુદ્રવ્યની ચોરી કરનાર માટે જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે તેમાં એમ જણાવ્યું છે કે એ ચોરેલું ધન સાધુઓની વૈયાવચ્ચ કરતાં વૈદ્યને વસ્ત્રાદિ દાન સ્વરૂપે આપવું અથવા બન્દી તરીકે પકડાયેલા સાધુને છોડાવવામાં વાપરવુંઆ પાઠ એટલું સ્પષ્ટ રીતે જણાવે છે કે પૂજાઈ ગુરુદ્રવ્યનો ઉપભોગ ગુરુ-વૈયાવચ્ચ ખાતે થઈ શકે.
વળી ‘દ્રવ્ય-સપ્તતિકા' ગ્રંથમાં આ દ્રવ્યનો ઉપયોગ ગૌરવાઈ સ્થાનમાં તેમ જે જીણોદ્ધાર તથા નવ્ય ચેત્યકરણાદિમાં કરવાનો કહ્યો છે. સાધુસાધ્વી ગૌરવાઈ સ્થાનરૂપ છે, એટલે તેમજ અહીં આદિ શબ્દથી ગુરુવૈયાવચ્ચ ખાતું સમજી લેવું જોઈએ, કેમ કે તે ગૌરવર્ણ સ્થાન છે. જો અહીં “આદિ” શબ્દથી માત્ર દેવદ્રવ્ય લેવાય તો “શ્રાદ્ધજિત કલ્પ” ના પ્રાયશ્ચિત્તવાળા પાઠ સાથે વિરોધ આવે.
વળી વિક્રમરાજા વગેરેએ ગુરુ-ચરણે મૂકેલા દ્રવ્યનો ઉપયોગ જીણોદ્ધારમાં કે અન્ય મહાત્માઓએ સાધારણના દાબડામાં કે ગરીબોને ઋણમુક્ત કરાયા હોવાના ઘણા શાસ્ત્રપાઠો છે તેમજ આગ્રામાં ઉપાધ્યાયજી યશોવિજયજી મ. ના ચરણે ધરાયેલ રૂપિયા શાળાનાં બાળકોને પુસ્તકો લાવી આપવામાં કરવાનો ઉપદેશ આપેલો છે. જો ગુરુદ્રવ્ય માત્ર દેવદ્રવ્યમાં વપરાતું હોય તો આ દષ્ટાંતોની સંગતિ કેવી રીતે થશે ?
આ બધી વાતો ઉપરથી એવો નિષ્કર્ષ નીકળે છે કે ગુરુદ્રવ્ય સાધુવૈયાવચ્ચમાં જાય તે વિહિત છે. તેને માત્ર દેવદ્રવ્યમાં લઈ જવાની વાતજીર્ણોદ્ધારાદિનાં દૃષ્ટાન્તો ઉપરથી ક્યાંક ક્યાંક ચાલુ થઈ હોય તો તેનો કોઈ બાધ નથી કેમ કે નીચેના સ્થાનનું દ્રવ્ય ઉપરના સ્થાનમાં જરૂરિયાત મુજબ લઈ જવામાં તો કોઈ શાસ્ત્રીય વાંધો છે જ નહિ.
આજે આ બન્ને વ્યવહાર ચાલતા જોવા મળે છે. ઘણા સમુદાયના