________________
૨૬
ધાર્મિક વહીવટ વિચાર
દોષ લાગે છે. આથી જ મહોત્સવાદિના કારણોસર જ્યારે-ત્યારે પંડિતોને રજા આપવી તે વ્યાજબી નથી.
જ્ઞાનખાતાની ૨કમ સ્કૂલ, કૉલેજ, તેનાં પુસ્તકો, નોટબુકો, વગેરેમાં વાપરી શકાય નિહ. કેમ કે તે સમ્યજ્ઞાન નથી. ઊલટું આજનું શિક્ષણ તો મહામિથ્યાત્વનું પોષક બની રહ્યું છે.
જ્ઞાનખાતાની રકમનાં કબાટોનો ઉપયોગ સાધુઓ પુસ્તકો મૂકવામાં કરી શકે, પણ તેમાં ઉપધિ વગેરે મૂકી શકાય નહિ,
જ્ઞાનખાતે મળતી વ્યક્તિગત ભેટરૂપ રકમમાંથી જૈન પંડિતને પણ પગાર-પુરસ્કાર આપી શકાય. પાઠશાળાનાં બાળકો માટે ધાર્મિક ભણવાનાં પુસ્તકો વગેરે લાવી શકાય.
V સાત ક્ષેત્રોમાંનાં આ બે ખાતાંને પરસ્પર સંમિલિત ગણીને એક
ગણવું. આ ખાતે આવતી વસ્તુઓ ગુરુદ્રવ્ય કહેવાય છે.
ગુરુદ્રવ્યના ત્રણ પ્રકાર છે. જે વસ્તુ (ગુરુદ્રવ્ય) કપડાં, પાતરા, ગોચરીપાણી વગેરે સાધુ, સાધ્વીઓ પોતાનાં માલિકીનાં કરી ભોગવવા માટે વાપરે છે તે ભોગાર્હ ગુરુદ્રવ્ય કહેવાય.
જે દ્રવ્યો-ધન વગેરે ગુરુચરણે પૂજન રૂપે મુકાય, ગફૂલીમાં મુકાય (જો પરંપરાગત પૂજારીનો લાગો હોય તો તેને આપી શકાય). મુનિઓને વહોરાવવાની કામળી વગેરેના ચડાવા બોલાય. આ ધન કે જેને સાધુસાધ્વીઓ પોતાની માલિકીનું કરીને ભોગવતાં નથી તે ધનાદિને પૂજાઈ ગુરુદ્રવ્ય કહેવાય.
જો કે સાધુ-સાધ્વીને ધનાદિની જરૂર નથી માટે તેમને તે ધન ધરાય નહિ તેથી તે ગુરુદ્રવ્ય બનવાનો સવાલ આવતો નથી. પરંતુ વિક્રમ વગેરે રાજાઓએ ધન ગુરુને સમર્પિત કર્યું છે અને શ્રાદ્ધજીત કલ્પ (ગાથા ૬૮)માં આવા ધનાદિ ઉપભોગ કરનાર વ્યક્તિને આવતા પ્રાયશ્ચિત્તનો ઉલ્લેખ કરતાં તે ધનાદિને ‘ગુરુદ્રવ્ય’ તરીકે કહ્યું છે માટે તે ધનાદિને પૂજાર્હ ગુરુદ્રવ્ય તરીકે નિઃસંકોચ કહી શકાય. આ દ્રવ્યનો સાક્ષાત્ ઉપભોગ ગુરુદેવ કરે નહિ તેથી તેને ભોગાર્હ ગુરુદ્રવ્ય ન જ કહેવાય.