________________
ધાર્મિક વહીવટ વિચાર
તેને જ તે નાણું સોંપાવું જોઈએ. આ જ વાત જ્ઞાનપૂજનની રકમની છે. અરે ! આ વાત કોઈ પણ પ્રકારની ઉછામણી વગેરે સંબંધમાં છે. કે જે ઉછામણી જે સંઘમાં બોલાઈ હોય, જે દાન જે સંઘમાં લખાવ્યું હોય તે ત્યાં જ જમા કરાવવું જોઈએ, કોઈ પણ દલીલ આગળ કરીને અન્યત્ર તે રકમ આપવી તે મોટી અવ્યવસ્થાનું કારણ છે. આમાં ક્યારેક તો તે દાતા તે રકમ ભરવામાંથી છટકી જાય તેવું પણ બનશે. હા, જો તે સંઘનો વહીવટ શાસ્ત્રશુદ્ધ ન હોય તો તે વખતે ગીતાર્થ આચાર્ય ભગવંતની સલાહ પ્રમાણે કરવું. આ સિવાય અન્યત્ર રકમ આપી દેવી તે બિલકુલ બરોબર ન ગણાય. ઘરદેરાસરની પણ આવક ઘરમાલિક માત્ર સંઘ દેરાસરમાં-જે સંઘમાં પોતે સભ્ય હોય તે જ સંઘદેરાસરમાં આપી દે તે યોગ્ય છે. પોતાની જાતે તેનો વહીવટ કરી શકે નહિ.
આજે તો ક્યાંક ક્યાંક નવી હવા ચાલી છે કે લખાવેલું દાનક્ષેત્રમાં
ગમે તેટલી યાદી અપાય તો
ડી
આવી રકમોની માંડવાળ કરવાની સંઘને ફરજ પડે છે. આમાં ભારતમાં આ રોગ વાઇરસની જેમ ફેલાયો છે. ક્યાં પેલા પેથડ મન્ત્રીની વાત કે રકમ ન ભરાય ત્યાં સુધી અન્નપાણીનો તેણે ત્યાગ કર્યો; ક્યાં આજના અવળતિ જીવોની હાલત ! કેટલાક લોકો મોડે મોડે પણ રકમ ભરે છે તો વ્યાજ ભરતા નથી. આવા લોકોને વ્યાજ ભક્ષણ કરવાનો મહાદોષ લાગે છે. પાપભીરુ આત્માઓ આવો દોપ ન સેવાઈ જાય તે માટે તત્કાળ રકમ બોલ્યાના બે-ચાર કલાકોમાં રકમ ભરપાઈ કરી દેતા હોય છે.
३०
શ્રાવક શ્રાવિકા (૬ + ૭) આ બે ક્ષેત્રોનું સાધર્મિક ક્ષેત્ર એવું એક નામ આપીને સંલગ્ન
કરવું.
આ ખાતે ભેટરૂપે મળેલી રકમ અથવા શાલિભદ્ર વગેરે બનવાના ચડાવાની રકમો, આરતી ઉતારવા માટે કુમારપાળ આદિ બનનારને તિલક કરવાનો ચડાવો, (કુમારપાળ વગેરે બનીને આરતી ઉતારવાનું થી દેવદ્રવ્ય કહેવાય) કુમારપાળને આરતી ન ઉતારવી હોય તો તે દ્રવ્ય સાધારણમાં જઈ શકે. બેસતા વર્ષ વગેરે દિવસે પેઢી ખોલવાના, મુનીમ બનવાના,