________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ કે પહેલી પહોંચ ફાડવાના ચડાવા, પ્રતિષ્ઠા આદિની કંકોત્રીમાં લિખિતનું નામ બોલવાના ચડાવા, માણિભદ્રાદિના ભંડારમાં ભેટ મળેલી રકમ (માણિભદ્રની પ્રતિમા કે ગોખલો વગેરે દેવદ્રવ્યમાંથી નિર્માણ થયેલ ન હોય તો), દીક્ષાર્થીને તિલક કરવાના ચડાવા, દીક્ષાર્થીના વરઘોડાના રથ વિનાના) વિવિધ ચડાવા, દીક્ષાર્થીને પહેલું વાપણું કરાવવાના કે કામળી વગેરે આપવાના ચડાવા, ચતુર્થ વ્રત કે બાર વ્રતધારીને તિલકના ચડાવા વગેરેની રકમ આ સાધર્મિક ખાતે જાય,
આ રકમનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકાઓની ભક્તિમાં, તેમની વિષમ સ્થિતિમાં સહાયક બનવામાં, તેમને ધર્મમાં દૃઢ કરવા માટે વાપરી શકાય. આ છેલ્લાં બે ખાતાં હોવાથી પૂર્વોક્ત નિયમ પ્રમાણે ઉપરનાં પાંચેય ક્ષેત્રોમાં આ ક્ષેત્રોની રકમ વાપરી શકાય. પરન્તુ દીનદુ:ખિતોની અનુકંપામાં કે અબોલ પ્રાણીઓની જીવદયામાં આ રકમ વાપરી શકાય નહિ.
| સામાન્યતઃ જે ખાતાનું દ્રવ્ય હોય તે દ્રવ્ય તે ખાતે વાપરવું યોગ્ય ગણાય પણ ક્યારેક ઉપરના ખાતાની જરૂરિયાત ઊભી થાય ત્યારે નીચેના ખાતામાં ઉપયોગ ન હોય તો નીચેનું દ્રવ્ય ઉપરમાં લઈ જઈ શકાય, પરંતુ ઉપરનું દ્રવ્ય નીચેમાં ક્યારે પણ લઈ જઈ શકાય નહિ.
જો કે નવકારશી, ફૂલે-ચૂંદડી વગેરેના ચડાવા કર્યા પછી જમણવારમાં કે આંબિલખાતામાં શીરો રોટલા વગેરે વધી પડે તે ગરીબોને વહેંચાય છે, તેમાં દોષ મનાતો નથી.
આ ક્ષેત્રની રકમ પૌષધશાળા, આંબિલખાતું તથા પાઠશાળામાં વાપરી શકાય એમ લાગે છે કેમ કે આ ત્રણ ક્ષેત્રોમાં શ્રાવક-શ્રાવિકાઓની ધર્મદાન દ્વારા ભક્તિ કરાય છે.
સાત ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર શ્રાવિકા જૈનધર્મમાં સાત ક્ષેત્રોરૂપી જૈનધર્મની સંપત્તિ દર્શાવાઈ છે. તેમનાં નામો નીચેના ક્રમ પ્રમાણે છે :
| (૧) જિનમૂર્તિ (૨) જિનમંદિર (૩) જિનાગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા