________________
૩૨
ધાર્મિક વહીવટ વિચાર અપેક્ષાએ ઉપર ઉપરનાં ક્ષેત્રો મહાન છે. પરન્તુ એક અપેક્ષાએ ઘણા મહત્ત્વનું ક્ષેત્ર જે છેલ્લું છે તે શ્રાવિકા ક્ષેત્ર છે.
અહીં જેને “શ્રાવિકા’ તરીકે કહેવા માંગું છું તે કાં અનુપમા છે, કાં મયણા છે, કાં આર્યરક્ષિત, ચાંગો, સંપ્રતિ વગેરેની બા છે.
આવી જે શ્રાવિકા છે તે તેના માથે રહેલાં સાત ક્ષેત્રોની રખવાલિકા છે. જુઓ જિનમુર્તિ અને જિનમંદિરના જે તીર્થંકરદેવ છે તેમની જન્મદાત્રી ત્રિશલા, વામાં, શિવા કે મરદેવા વગેરે શ્રેષ્ઠ શ્રાવિકાઓ જ છે ને ! તિમના વિના તમામ જિનેશ્વરોનું આ ધરતી ઉપર આગમન જ અસંભવિત
જે ત્રીજું જિનાગમ સ્વરૂપ સમ્યગુજ્ઞાન છે તેનો સાર જે મન્નાધિરાજ નવકાર છે તેને સૌ પ્રથમ તો બા-શ્રાવિકા જ તમામ સંતાનોને ભણાવે છે ને ? વળી તે જ પોતાનાં સંતાનોને આવશ્યક સૂત્રો ભણાવતી હોય છે ને ? (પૂર્વના કાળમાં).
In - સાધુ અને સાધ્વી નામના બે ખાતાંની ભારે સેવા, સુશ્રુષાદિ તે જ કરતી હોય છે. પોતાનાં સંતાનોને તે સાધુ કે સાધ્વી બનાવતી પણ હોય છે. - ઘરમાં જે પુરુષ છે-પતિ અને બાળકો-તેમને તે જ શ્રાવક કે શ્રાવિકા બનાવે છે. કાર્યેષુ મંત્રી એ ઉક્તિ પ્રમાણે શ્રાવકની સાચી સલાહકારિણી શ્રાવિકા જ બને છે.
જિનદાસ શેઠની આર્થિક સ્થિતિ નબળી પડી ત્યારે તેમને ચોરી જ કરવી હોય તો અમુક જ શેઠના માલની ચોરી કરવા જવાનું, ચોરીના માલને તેના માલિકને ત્યાં જ ગિરવે મૂકવાનું-બધું કામ કુંજીદેવી શ્રાવિકાએ જ નહોતું કર્યું ? કેટલી જબરી સફળતા તેમાં મળી હતી ?
માયાકપટથી જે શ્રાવિકા-કન્યાને બૌદ્ધધર્મી યુવાન પરણી ગયો’ તેના આખા કુટુંબને શ્રાવક બનાવવાની કપરી કામગીરી તે શ્રાવિકા-વહુએ સફળતાપૂર્વક પાર ઉતારી હતી.
- સંતાનો સ્વછંદી બન્યાં અને સિનેમાની લતે ચડ્યાં, તો અટ્ટમની સજા ભોગવીને માતા-શ્રાવિકાએ તેમને ઉન્માર્ગેથી પાછાં વાળ્યાં.
દેડકા ચીરીને ડૉક્ટર થવા નીકળેલા દીકરાને ગરીબ શ્રાવિકા-માતાએ