________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
૩૩
ભારે પડકાર સાથે કહ્યું, “દળણાં દળીને, ઢોર મજૂરી કરીને બેટા ! તને ભણાવ્યો છે, ખવડાવીને મોટો કર્યો છે, હજી તારી માના બાવડામાં જોર છે અને હૈયે હિંમત છે. જિંદગીભર તને ખવડાવીશ પણ ડૉક્ટરના હિંસાજનિત વ્યવસાયમાં તો નહિ જ જવા દઉં.” દીકરાને માના પડકાર સામે નમવું પડ્યું.
અરે ! જિનશાસનની મહાશ્રાવિકા નાગિલાને કેમ ભુલાય ? જેણે મનથી પતિત બનેલા પતિ-સાધુને ઘરમાં પ્રવેશ કરતો અટકાવ્યો. બોધ દઈને ગામની સીમથી જ પાછો વાળીને ભૂતપૂર્વ વરને જિનશાસનનો અભૂતપૂર્વ મુનિવર બનાવ્યો.
જિનશાસનને વરેલી શ્રાવિકાએ રત્નકંકણ જેવા યુગલરૂપે જન્મેલા બે દીકરાને તળાવમાં ડૂબવા દ્વારા એકસાથે ગુમાવ્યા તો ય આંખે આંસુ
જ
કરી લીધું, “લેતી-દેતી પૂરી થઈ ગઈ. હવે એનો શોકલીને સમાધાન
જગડૂશાહની પત્નીની અદ્ભુત વાત કરું. એક વાર કેટલાક વહાણવટીઓએ પોતાના વહાણમાં ભરાઈને પડેલી મીણની ઈટો શેઠને મફતના ભાવે પણ રાખી લેવા જીદ કરી.વાત એવી બની હતી કે આ ઈંટોનો માલિક કોઈ શ્રેષ્ઠી હતો. આ ઈંટો ભારતમાં તેણે મોકલી પણ બીજી બાજુ તેનું પરદેશમાં મોત થયું. ખલાસીઓના માથે આ ઈંટો પડી જતાં તેમણે દયાળુ શેઠને તે માલ પરાણે દઈ દીધો.
માલ ઘર આંગણે આવ્યો. જગડુશાહની પત્ની શ્રાવિકાએ મીણનો આ હિંસક માલ ઘરમાં રાખવાની ઘસીને ના પાડી દેતાં તે માલ હવેલીની બહાર ઓટલે ખડકાયો. પત્ની મહાશ્રાવિકા હતી. શેઠને આવો માલ સ્વીકારવા બદલ સખ્ત ઠપકો તો આપ્યો પણ અબોલા કર્યા.
ચોમાસાના ચાર માસ વીતી ગયા. ફાગણ ચોમાસી આવી ગઈ. સખ્ત ઉનાળો શરૂ થયો. અસહ્ય ગરમી શરૂ થતાં મીણની દેખાતી ઈંટોનું મીણનું પ્લાસ્ટર ઓગળ્યું. બધી ઇંટો સોનાની નીકળી, સર્વત્ર સમાચાર વ્યાપી ગયા. સર્વત્ર આનંદ વ્યાપી ગયો. શ્રાવિકાએ અબોલા છોડ્યા. શેઠને લાપસીનું શુકન ભોજન કરાવ્યું. મુનિઓને શેઠ વહોરવા લઈ આવ્યા. પનિહારી સ્ત્રીના માથે પાણીનાં ઉપરાઉપરી બે બેડાં હોય તો ય