________________
૩૪
ધાર્મિક વહીવટ વિચાર તે સાવધાન રહે છે. આનંદઘનજીએ કહ્યું છે, “ચિતડું ગાગરિયામાંય.” જિનશાસનની શ્રાવિકાના માથે જિનમૂર્તિ, જિનમંદિર વગેરે સાત ખાતાનાં છ બેડાં છે. જો શ્રાવિકા જરાક ચૂકે-કાંક મનથી ખોટું વિચારે કે તનથી ખોટું કરી બેસે તો તેના માથે રહેલાં બધાં જ બેડાં હચમચી ઊઠે...કેટલાંક નીચે ગબડી પણ પડે.
‘શ્રાવિકા’ જો પૂરા અર્થમાં ઘરની શ્રાવિકા બની રહે તો દરેક ઘરમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય. પશ્ચિમનું અંધારું ઘરના કોક ખૂણામાં ય પેસી ન શકે,
- પશ્ચિમની બામાં અને ભારતીય પ્રજાની બામાં આભગાભનું અંતર છે. પશ્ચિમની બા તાજા જન્મેલા બાળકને બારેક કલાક બાદ રૂમમાં જુદો સુવડાવે છે. જે તેટલું રડે તો ય સાથે રાખતી નથી. એને માબાપથી જુદા રહેવાની આ રીતે બાર કલાક બાદથી જ ટેવ પડાય છે.
ભારતની બા આટલી હદે નીચ બનતી નથી. પણ નોકરીએ જતાં બાબા-બેબીને ઘોડિયાઘરમાં, ઘાટણોની પાસે તો જરૂર મૂકી દે છે.
ભારતીય પ્રજાની બા અને જિનશાસનની શ્રાવિકા સ્વરૂપ બામાં વળી પાછું આસમાન-જમીનનું અંતર પડે છે.
જિનશાસનની શ્રાવિકા બા, સંતાનને કેડે લગાડીને સવારે જિનાલયે જાય છે, બપોરે સાધ્વીજીઓની પાસે જાય છે. બાળકને ધર્મના સંસ્કારથી મઘમઘતું કરવાનું પહેલેથી શરૂ કરે છે.
મા, (બા૫) મિત્ર અને માસ્તર ઉપર તો આપણા ઘડતરનો ખૂબ મોટો આધાર છે.
પવનંજયને મિત્ર પ્રહસિતે ખોટા નિર્ણયો લેતો રોક્યો હતો. પિતા ચણકે દીકરા ચાણક્યને રાજા બનતો રોકવા (રાજેશ્વરી તે નરકેશ્વરી એ સમજથી) રાજલક્ષ્મી દે તેવો દાંત કાનસથી ઘસી નાખ્યો હતો.
હેર હિટલરના ઠીંગુજી માસ્તરે હિટલરને યહૂદીઓના સંહારક બનવાનું ઝેર બાલવયમાં જ પાઈ દીધું હતું. આના પરિણામે જ હિટલરે જીવનકાળમાં ૬૦ લાખ યહૂદીઓની કતલ કરી નાખી હતી.
ક્ષીરકદંબક પાઠકને ખબર પડી કે પોતાનો દીકરો કે જેનો તે માસ્તર પણ છે તે નરકે જવાનો છે. આથી તરત તેને સંસારથી વૈરાગ્ય થયો. તેણે સંન્યાસ સ્વીકારી લીધો.