________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
૩૫ દીકરાને દારૂ પીવાનું કે નોન-વેજ ખાવાનું શિખવાડતી “બા” પણ ઘણીબધી છે. પરન્તુ આવી બાને બા જ ન કહેવાય, તો શ્રાવિકા તો કેમ કહેવાય ?
આવું જ પિતા-શ્રાવકનું સમજવું.
દીકરાએ દહેરે જવાનું-જરાક દગો થયો એટલે-છોડી દીધું. પિતા પાકા શ્રાવક હતા. એમને આથી આઘાત લાગ્યો. મરણબિછાને પહોંચી ગયા. છેલ્લો દિવસ ! છેલ્લો કલાક ! દીકરાનું હૃદયપરિવર્તન થયું. બાપનું મોત સુધરી ગયું. મીઠું થઈ ગયું.
અજૈનોમાં યોગરાજનો પ્રસંગ આવે છે. દીકરાઓની ભૂલે પિતા યોગરાજે ચિતા ઉપર સૂઈને અગ્નિસ્નાન કરી લીધું
ચાંપરાજવાળા બહારવટિયાનો પ્રસંગ આવે છે. તે સાવ નાનો હતો ત્યારે તેની બા સાથે તેના બાપાએ બપોરના સમયે કામુકતા પ્રેરિત અડપલું કર્યું હતું. બાને લાગ્યું કે તે વાત દીકરાની આંખે જોવાઈ છે. હાય ! તે કેવો કામી પાકશે ? આ કલ્પનાથી બાએ જીભ કચરીને મોતને વહાલું
ઈડર-નરેશે યુવરાજને કહ્યું, “તે રૈયતની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો છે. તારે સજારૂપે આ ઝેરનો કટોરો પીવો પડશે. જો તારી તૈયારી ન જ હોય તો તારો આ બાપ તે પી જશે.” દીકરાએ ઝેરનો કટોરો પી લીધો ! કેવા બહાનું બાપ !
શ્રાવક-શ્રાવિકા (૬) + (૭) શ્રાવક-શ્રાવિકા ખાતાને સાધર્મિક ખાતું કહી શકાય. આ ક્ષેત્રમાં ભેટ મળતી રકમ, દીક્ષાર્થીને છેલ્લું તિલક કરીને વર્ષીદાનનો વરઘોડે ચડાવવાની બોલીની રકમ, ઉપધાનની માળ પહેરનારાં ભાઈ-બેનોને તિલક કરવાની બોલીની રકમ, જિનભક્તિ મહોત્સવની પત્રિકામાં લિખિતં...... ની બોલીની રકમમાણિભદ્રાદિ દેવોના ભંડારની રકમ (મણિભદ્રની પ્રતિમા કે ગોખલો વગેરે દેવદ્રવ્યમાંથી નિર્માણ ન થયેલ હોય તો સાધારણ ખાતાની વાર્ષિક ૩૬૦ તિથિ-યોજનાની રકમ, બેસતા વર્ષના દિવસે સંઘની પેઢીનું તાળું ખોલવું, તે દિવસે મુનીમ બનવું, મુનીમને ચાંલ્લો કરવો, કામળી ઓઢાડવી, પેઢીમાં કાજો કાઢવો, પહેલી દાનની પહોંચ ફડાવવી, દીક્ષાર્થીના