________________
૩
.
ધાર્મિક વહીવટ વિચાર (રથ વિનાના) વરઘોડોના ઉછામણીઓની રકમ, કુમારપાળની આરતીનો લાભ લેનારાને તિલક કરવાની બોલીની રકમ, શાલિભદ્રાદિનાં કથાગીતોમાં શાલિભદ્ર, ભદ્રામાતા, શ્રેણિક મહારાજા વગેરે બનવાની ઉછામણીની રકમ, દીક્ષાર્થીનાં ઘડિયાળ, બંગડી વગેરે આભૂષણોની ઉછામણીથી પ્રાપ્ત થયેલી રકમ, શત્રુંજય તીર્થના ઉદ્ધારક ભરત ચક્રી, જાવડશા, કર્માશાહ વગેરે સ્વરૂપે વરઘોડાની ગાડીમાં બેસવાનો લાભ લેવાની ઉછામણીની રકમ, તેમને તિલક કરવાના ચડાવાની રકમ વગેરે આ ખાતે જમા થાય.
આ ખાતાની રકમનો ઉપયોગ સિદાતા શ્રાવક, શ્રાવિકાઓના લાભાર્થે થાય. શ્રાવક-શ્રાવિકાઓની હરેક પ્રકારની ભક્તિથી પણ થાય.
સાત ક્ષેત્રોમાં આ છેલ્લું ખાતું હોવાથી આ ખાતાની રકમનો ઉપયોગ તેની ઉપરનાં તમામ ક્ષેત્રોમાં થાય.
ના...તેની નીચેનાં અનુકંપા, જીવદયાનાં ખાતાંઓમાં ન થાય. એમ લાગે છે કે પૌષધશાળા, આંબિલખાતું અને પાઠશાળામાં પણ આ ખાતાની રકમ વાપરી શકાય. જો એ રકમ માત્ર સિદાતા શ્રાવક-શ્રાવિકા પૂરતી મર્યાદિત રખાઈ ન હોય તો.
દરેક સંઘોએ સાધારણ ખાતું તથા શુભ ખાતું રાખવું હિતાવહ લાગે છે.
સાધારણ એટલે એ ખાતાની રકમ સાત ક્ષેત્રોમાં જ વપરાય. વળી આયંબિલ ખાતાદિ પાંચ ખાતાં પણ શ્રાવક-શ્રાવિકાના વિભાગમાં આવી જાય છે તેથી તેમાં પણ વાપરી શકાય.
જ્યારે શુભ ખાતામાં સાતની સાથે બીજાં-ઉપાશ્રય, આંબિલશાળા, પાઠશાળા, અનુકંપા, જીવદયા વગેરે સાત ખાતાં પણ આવે, આમ ચૌદ ખાતાંમાં આ રકમ વાપરી શકાય.
આ શુભ ખાતા (સર્વ સાધારણ)ને ધાર્મિક ખાતું પણ કહેવાય છે. એટલે લગ્નાદિની વાડી, ગાદલાં, વાસણ વગેરેમાં આ રકમ વાપરી શકાય નહિ. સ્કૂલ, કૉલેજો, હોસ્પિટલોમાં પણ આપી શકાય નહિ, કેમ કે ત્યાંનું શિક્ષણ અને સારવાર આર્યાવર્તની સંસ્કૃતિનાં ભંજક છે.
આજનું કહેવાતું શિક્ષણ ધર્મહીન છે.
હોસ્પિટલોની ઔષધિઓ બહુધા પશુહિંસા, માનવહિંસા આદિને આધારિત છે.