________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
મહાહિંસા, મહાઅનર્થ વગેરેને પોષક કાર્યોમાં દાન કરવું એ શાસ્ત્રનિષિદ્ધ છે. આથી જ શ્રાવકોથી દુકાળ આદિ ખાસ કારણ વિના સામાન્ય સંયોગોમાં વાવ, કૂવા, તળાવાદિનાં કાર્યો કરી શકાય નહિ.
પૌષધશાળા (ઉપાશ્રય) (૮) સાત ધાર્મિક ક્ષેત્રોનું એક તે સાધારણ ક્ષેત્ર, ચૌદ ધાર્મિક ક્ષેત્રોનું એક તે શુભ ખાતું (સર્વસાધારણ ક્ષેત્ર), જેને ધાર્મિક ખાતું પણ કહી શકાય. આમાં પૂર્વોક્ત જિનપ્રતિમા આદિ સાત ક્ષેત્રો આવે. તદુપરાંત નીચે લખેલાં બીજાં સાત ધાર્મિક ક્ષેત્રો આવે.
૮. પૌષધશાળા (ઉપાશ્રય) ૯. પાઠશાળા
૧૦. આંબિલખાતું WWW 11. કાલકૃતpradhan.Com
૧૨. નિશ્રાકૃત ૧૩. અનુકંપા
૧૪. જીવદયા સાધુ-સાધ્વીજી ભગવંતોના નિવાસ માટે - ખાસ જો કોઈ સ્થળ બનાવાય તો તે “આધાકર્મી’ સ્થળ કહેવાય, જેમાં સાધુ-સાધ્વીજીઓ ઊતરે તો આધાકદિનો દોષ લાગે છે. વિહારના માર્ગોમાં તો આવા આધાકર્મી ઉપાશ્રયોનાં નિર્માણ થાય છે તે અનિવાર્ય અપવાદરૂપે જાણવાં.
શ્રાવક-શ્રાવિકાઓ પોતાનાં સામાયિક, પૌષધ વગેરે કરવા માટે જે ભવન બનાવે તેને પૌષધશાળા કહેવાય છે. તેમાં વિહાર કરતા આવેલાં કે ચાતુર્માસ કરવાની ભાવનાવાળાં સાધુ-સાધ્વીજીઓ સંઘની સંમતિથી ઊતરે.
આ પૌષધશાળા માટે તકતી યોજનાદિથી જે દાન મળ્યું હોય તે દાન, તે પૌષધશાળામાં વપરાય. જો દાનની રકમમાં વધારો રહેતો હોય તો અન્ય પૌષધશાળામાં પણ વપરાય. પૌષધશાળાના નિભાવાદિમાં પણ વપરાય. સાત ક્ષેત્રરૂપ સાધારણમાં પણ લઈ જવાય. તે પૌષધશાળાની પાટ ફોટો વગેરે તે પૌષધશાળાનો જ એક ભાગરૂપ ગણીને તે નિમિત્ત . મળેલ દાન કે ચડાવાની રકમનો વધારો પૌષધશાળામાં લઈ શકાય.