________________
૩૮
ધાર્મિક વહીવટ વિચાર શ્રાવક-શ્રાવિકાઓ પોતાની સામાયિક, પપધાદિ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જે મકાન બનાવે તેને પૌષધશાળા કહેવાય છે. સામાન્ય રીતે તે સ્થાન દેરાસરની નજીકમાં (ઉપ) હોય છે. પૌષધશાળાને ઉપાશ્રય પણ કહેવાય છે.
શ્રાવકોની અનુજ્ઞા લઈને આવા સ્થાનમાં સંસારત્યાગીઓ વિહાર કરતા ઊતરે છે. વિનંતિ થાય તો અનુકૂળતા હોય તો ચોમાસુ પણ
આ સ્થાન સાધુ-સાધ્વીજીઓ માટે ખાસ-સ્પેશ્યલ કરાય તો તેવી ગોચરીની જેમ તે આધાકર્મી સ્થળ બનીને, તેમને ઊતરવા અંગે એકદમ અયોગ્ય બની જાય છે.
ક્યાંક દેવદ્રવ્યની રકમ લગાડીને ઉપાશ્રય બનાવાય છે. એ ખૂબ અનિચ્છનીય છે. પુણ્યવાન મુનિઓએ ઉપદેશ દઈને તે ઉપાશ્રયની દેવદ્રવ્યની રકમ બજાર વ્યાજ સાથે ભરાવવી જોઈએ. તેઓ તે વાતની ઉપેક્ષા કરી શકે નહિ. તેવા ઉપાશ્રયમાં જો મુનિઓને ઊતરવું જ પડે તો તેટલા સમયનું ભાડું-જાહેરાત કરવા સાથે-તે સંઘના દેવદ્રવ્ય ખાતે ભરાવી દેવું જોઈએ..
જો તે સંઘ ઉપાશ્રય ખાતે વાપરેલ દેવદ્રવ્યને તેટલી રકમ ભરી ન જ શકે તો અન્ય સુખી લોકોને પ્રેરણા કરવી જોઈએ. તકતી યોજના, ફોટો-યોજના વગેરે યોગ્ય રીતના માર્ગો અપનાવીને પણ ઉપાશ્રયને દેવદ્રવ્યથી મુક્ત કરવો જોઈએ.
એવા સમયે ભરવા માટેની દેવદ્રવ્યની કુલ રકમ કેટલી નક્કી કરવી ? તે અંગેના વિવિધ રસ્તાઓ તે પુણ્યવાન મહાત્માએ જાણવા જોઈએ. તેમાં સંઘની તાકાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. પોતાની ગીતાર્થતાને * કામે લગાડીને રકમ નક્કી કરી આપવાની તેને પૂરી સત્તા છે. ગમે તેમ કરીને, આત્મવંચના કર્યા સિવાય સંઘને જલદીમાં જલદી દેવદ્રવ્યના કરજમાંથી મુક્ત કરવો જોઈએ. ધારો કે દેવદ્રવ્યની લેણી નીકળતી રકમનું વ્યાજ ગણાય તો બહુ મોટો આંક થાય. અને બીજી બાજુ તે મકાનની વર્તમાન કિંમત અંકાય તો તે તેટલી મોટી ન થાય-તો બીજો વિકલ્પ અપનાવીને ગીતાર્થતાને કામે લગાડ્યા બાદ તે ઉપાશ્રયને કરજમુક્ત કરવો