________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
૩૯
જોઈએ. ધારો કે અજ્ઞાનને કારણે બે લાખ રૂ. દેવદ્રવ્યના ખાતેથી લઈને તેમાંથી ઉપાશ્રય બનાવ્યો. તેને દસ વર્ષ થઈ ગયાં. વ્યાજ સાથે હવે તેની કિંમત આઠ લાખ થઈ પણ વેલ્યુએશન કાઢતાં તેની કિંમત પંદર લાખની થાય છે. ભલે...આ વખતે શું નક્કી કરવું તે ગીતાર્થના હાથમાં છે. તે સંઘની સ્થિતિ વગેરે તેણે જોવી પડે. વળી દસ વર્ષનો ઘસારા ખર્ચ (વર્ષના પાંચ ટકા લેખ) મજરે આપીને કિંમત ઘટાડી પણ શકાય.
આ કામ કરવા માટે તે સ્થળે વધુ સમય કાઢવો પડે તો મુનિઓએ તેમ પણ કરવું. કેમ કે આ કાર્ય કરનારા મુનિઓ (નિઃસ્પૃહી, નિઃસ્વાર્થી, કશી કામના વિનાના) વિપુલ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બને છે. ઉપાશ્રય બાંધવા માટે તકતી યોજના વગેરે દ્વારા મળતી ભેટની રકમ, ઉપાશ્રયની પાટ વગેરે નામકરણ કરવાની રકમ, ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ વગેરેને તિલક કરવાના, શ્રીફળ આપવાના....વગેરે ચડાવાની
૨કમ વગેરે આ ખાતે જમા થાય. આ રકમ ઉપાશ્રયના બાંધકામમાં તથા ઉપાશ્રયમાં જરૂરી કબાટો, ટેબલ, પરાત વગેરેમાં વાપરી શકાય.
ઉપાશ્રય વગેરે કોઈ પણ પ્રકારના મકાનોની ઉપર મુખ્ય નામ લગાડવાની યોજનાનું દાન, પૂરા બાંધકામના સાઈઠ ટકા જેટલું ઓછામાં ઓછું રાખવું જોઈએ. તે રકમ મોટી હોય અને દાતા મળતો ન હોય તો રાહ જોવી જોઈએ. આવા ધાર્મિક બાંધકામોનો જે નિભાવ (નોકરને પગાર, ગુરખો, રીપેરિંગ વગેરે) કરવાનો હોય છે તેનું ફંડ પણ તરત કરી લેવું જોઈએ.
‘નિભાવફંડ પહેલું, બાંધકામ ખર્ચનો ફાળો પછી.’ આ સૂત્ર જેઓ અપનાવે છે તેઓ ક્યારેય મુશ્કેલીમાં મુકાતા નથી.
કાયમી આવક ચાલુ રહે તે માટે ઉપાશ્રયના મકાનમાં લગ્નો, તે અંગેના જમણવાર વગેરે સામાજિક કાર્યો (સાધુઓ ન હોય તે વખતે પણ) નહિ કરવાં જોઈએ. આના કારણે ઉપાશ્રયમાં તૈયાર થયેલાં પવિત્ર આંદોલનો (Waves) વીખરાઈ જાય છે. આ એટલું મોટું નુકસાન છે કે તેની સામે વાર્ષિક દસ-વીસ હજાર રૂ.ની આવક કોઈ વિસાતમાં નથી. હજી સ્વામીવાત્સલ્ય આદિ ધાર્મિક જમણવારો પણ શાસ્ત્રીય નિયમોરાત્રિભોજનત્યાગ, કંદમૂળ-અભક્ષ્ય-ત્યાગ વગેરે-જાળવીને થઈ શકે. પરન્તુ