________________
૪૦
ધાર્મિક વહીવટ વિચાર લગ્નાદિના જમણવારો તો ન જ થઈ શકે.
વર્ષમાં કેટલાક જ દિવસો કામ જે દિલ્હીના પાર્લામેન્ટ-હાઉસમાં થાય છે. ત્યાં બાકીના દિવસોમાં જંગી આવક કરી આપવાની સંભાવના છતાં કદી લગ્નાદિ કાર્યો માટે ભાડે અપાતું નથી.
માત્ર રૂપિઆની ભાષામાં દરેક વાત કરવી ન જોઈએ. વસ્તુની ગરિમા સચવાઈ રહે, પવિત્રતા જળવાઈ રહે એ પણ એક પ્રકારનું મહાધન છે.
ઉપાશ્રયનું બાંધકામ એવું હોવું જોઈએ જેમાં સંયમજીવનનું સારું પાલન થાય તથા જીવદયા પળાય તેમ જ આરાધકોની સમાધિ પણ જળવાય, જેને કારણે સાધુ-સાધ્વીજીઓના સંયમજીવનને બાધા પહોંચે તેવું કશું ત્યાં બની શકે નહિ. (આ વાતની શહેરી શ્રાવકો દ્વારા જબરી ઉપેક્ષા થઈ છે.). V/S દા.ત. જીવજંતુ બરોબર દેખાય તેવા રંગની ટાઇલ્સ વગેરે જોઈએ. જમીન ઉપર બેઠેલાને પણ વ્યાખ્યાન શ્રવણાદિ કરતાં પવનની અનુકૂળતા મળે તેવી નીચી બારીઓ જોઈએ. દીવાલમાં જ અભરાઈ જેવાં કબાટો હોય જેથી જુદાં કબાટો ગોઠવતાં જગા રોકાય નહિ. ઘડા વગેરે મૂકવા માટે માળિયાં હોય. પૂંજી શકાય તે રીતનાં બારી-બારણાં હોય. (સ્લાઇડિંગવાળાં બારી-બારણાં કદી ન ચાલે). વાડો ભોંયરામાં હોય. તેનું મેલું ઉપાડીને વિસર્જન કરવામાં જિનશાસનની હીલના ન થાય તેની પૂરી ચિન્તા સાથેની અંદર જ વ્યવસ્થા હોય. આજુબાજુના લોકોને સૂગ ન ચડે તેવી માતરું, પાણી પરઠવવાની ખુલ્લી જગ્યાની અનુકૂળતા હોય. બાંધકામ કરતાં અડધી જગા પાછલા ભાગમાં ખુલ્લી પડેલી હોય જે ખુલ્લા વાડારૂપે કામ આવી શકે. વાડામાં રેતી ન પાથરવી જેથી ત્યાં જીવોનો ઉપદ્રવ ન થાય. માતરું પરઠવવાની જગમાં આઠ-દસ, ફૂઢ ઊંડાઈનો ખાડો હોય, જેમાં ઈટ-મટોડા કોલસા ભરીને ઉપર રેતી પાથરી હોય.આથી ૬'+૬' ની નાની જગામાં ય એક સાથે વીસ ડોલ જેટલું પાણી આરામથી-જયણાપૂર્વક પરઠવી શકાય. ચોમાસામાં ક્યાંય લીલ ન થાય, ઘાસ ઊગી ન જાય તેની પહેલેથી લેવા જેવી કાળજી બરોબર કરાઈ હોય. દક્ષિણ પશ્ચિમના પવનની બારીઓ હોય, જેથી સ્વાધ્યાયી, તપસ્વી સાધુઓને અનુકૂળતા રહે. એકાદ રૂમ