________________
ધાર્મિક વહીવટ વિચાર
ગારમાટીનો લીંપેલો હોય, જ્યાં માંદા સાધુ રહી શકે. ચારે બાજુ એવી રીતનાં ગૃહસ્થનાં ઘરો ન હોવા જોઈએ, જ્યાં બધું દેખાઈ શકે, ઉપરનીચે ગૃહસ્થોનો રહેણાંક ન હોય તે ઇચ્છનીય છે. બેથી વધુ બહાર નીકળવાનાં દ્વારો ન હોય, બહુ જરૂરી પ્રમાણમાં જ રૂમો હોય, બાકી મોટા હોલ જ હોય. પંખા વગેરેનાં ફીટિંગ ન હોય. વરસાદની વાંછટોથી બધું ભીનું થઈ જતું ન હોય. લાકડામાં ઊધઈ ન થવા માટેની કાળજી પહેલીથી લેવાઈ હોય. વિજાતીય (સાધુ કે સાધ્વી) માટેનો બીજો ઉપાશ્રય ઉપર-નીચેના મજલે ન હોય તથા સ્વતંત્ર રીતે સાવ નજીકમાં પણ ન હોય. તે તરફ નજર થઈ શકે તેવી બારીઓની વ્યવસ્થા ન હોય.
પાઠશાળા (૯) બાળકો વગેરેને ધાર્મિક શિક્ષણ અને સંસ્કરણની પ્રાપ્તિ થાય તે માટે કેટલાક દાયકાઓથી પાઠશાળાઓ ચાલુ થઈ છે. આ ક્ષેત્રને મળેલું દાન આ ક્ષેત્રમાં વાપરી શકાય. આ દાનમાંથી પંડિતજીને (જૈનને પણ) પગાર આપી શકાય. બાળકો માટેનાં ધાર્મિક પુસ્તકો ખરીદી શકાય. તેમને પ્રોત્સાહન માટે પ્રભાવના વગેરે આપી શકાય.
પૂર્વે જણાવ્યું છે તેમ જ્ઞાનખાતાની રકમમાંથી પાઠશાળાનું મકાન લઈ શકાય નહિ કે બાળકો માટેનાં પુસ્તકો વગેરે ખરીદી શકાય નહિ. પાઠશાળાના મકાનમાં ધાર્મિક સિવાયની કોઈ પ્રવૃત્તિ થઈ શકે નહિ.
પૂર્વે તો ઘરની સંસ્કારી અને શિક્ષિત માતા જ પાઠશાળા હતી. સહુને તે ગાથાઓ આપતી, ધાર્મિક વાર્તાઓ કરતી, અપૂર્વ સંસ્કારો દેતી. વળી વિશિષ્ટ સંસ્કારો તથા ઉપરના વિશિષ્ટ અધ્યયન માટે સાધુ ભગવંતો પાસે પણ શિક્ષણ લેવાતું હતું. - હવે તે વાત ખતમ થઈ એટલે પાઠશાળાઓ ચાલુ થઈ.
ધાર્મિક શિક્ષક તરીકેનો વ્યવસાય કરવા માટે બહુ જૂજ લોકો રાજી, હોય છે, એટલે એમ લાગે છે કે દરેક વર્ષે આ નાવ તળિયે બેસી જાય તો નવાઈ નહિ. આથી જ તપોવનો ઊભાં થવા લાગ્યાં છે. ત્યાં ધાર્મિક શિક્ષણ અને ઉત્તમ સંસ્કરણ આપવામાં આવે છે. પણ આ માટે વાલીઓને કોઈ રસ ન હોવાથી તપોવનોમાં વ્યાવહારિક શિક્ષણ અને