________________
ધાર્મિક વહીવટ વિચાર બીજાં કેટલાંક રમતો વગેરેનાં આકર્ષણો ઊભાં કરવાની ન છૂટકે ફરજ પડી છે, જેનાથી મોટી સંખ્યા ત્યાં પ્રવેશ કરવા ધસતી રહે છે. એથી તે ભાવી પેઢીને ધાર્મિક શિક્ષણ અને સંસ્કરણ આપવાની મકસદ સો. ટકા પૂરી થાય છે.
પાઠશાળાના મકાન માટે મળેલું દાન, બાળકોને પ્રભાવના દ્વારા ભણવામાં વધુ ઉત્તેજિત કરવા માટે મળતી રકમ વગેરે પાઠશાળા ખાતે જમા થાય તેના નિભાવ માટે ૩૬૦ તિથિની યોજના થઈ શકે.
પ્રભાવનાના જોરદાર-ખૂબ જોરદાર આકર્ષણ વિના પાઠશાળાઓ ચાલી શકે તેમ નથી. આમાં શિક્ષકોનું પણ ગૌરવવંતુ બહુમાન અને ઊંચું વેતન મોંઘવારીના દર સાથે સતત વધતું જતું વેતન પણ અત્યંત આવશ્યક સમજી લેવું.
જોરદાર પ્રભાવના-રૂપિઆ સ્વરૂપે, તીર્થાદિની યાત્રાના પ્રવાસ સ્વરૂપે, વસ્તુઓની ભેટ-સોગાદ સ્વરૂપે, જો અપાય તો ટી.વી., વીડીઓની અને સ્કૂલના લેશન ટયુશનની પણ ઐસીતૈસી કરીને બાળકો પાઠશાળામાં ધસી આવતાં હોય છે.
બીજે મોટી રકમ ખર્ચવા કરતાં આ ક્ષેત્રમાં આ માટે મોટી રકમનું દાન કરતા રહેવાની મારી સહુ શ્રીમંતોને ખાસ ભલામણ છે.
પાઠશાળા ખાતે મળેલી રકમનો ઉપયોગ પાઠશાળાના મકાનમાં, પુસ્તક ખરીદીમાં, પંડિતજીના પગારમાં, પ્રભાવનામાં કરી શકાય.
પાઠશાળામાં હંમેશાં આવતા કરી દેવા મધ્યમવર્ગના લોકોને આકર્ષે તેવી એક યોજના છે. ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલની બારમાસી નોટો, . પૂંઠા, બોલપેન, કલરબોક્ષ વગેરેનું મફત વિતરણ.
આથી પણ ઘણાં બાળકો પાઠશાળામાં ખેંચાઈ આવશે અને સમ્યજ્ઞાન મેળવશે.
આયંબિલ-ખાતું (૧૦) ખરેખર તો ઘર ઘરમાં જ આંબિલ થવા જોઈએ, જેના ઘણા બધા લાભો છે. પરંતુ હાલમાં તો સેંકડો આયંબિલખાતા થઈ ગયા. ખેર....આ માટે મળેલી રકમ આ જ ખાતે વાપરી શકાય. રકમો ભેટરૂપે મળી શકે કે તિથિઓ નોંધાવવા રૂપે મળી શકે. આયંબિલ કરનાર દરેક ભાઈ