________________
ધાર્મિક વહીવટ વિચાર બેને શક્તિ મુજબ પોતાના તરફથી દાન આપવું જોઈએ.
જેમ આધુનિક માતાઓ પંચ પ્રતિક્રમણાદિ ભણી નથી એટલે ઘરમાં સંતાનોની પાઠશાળા ચલાવી શકતી નથી. આથી પાઠશાળાઓ ઠેર ઠેર થવા લાગી તેમ આંબિલની રસોઈ કરીને આંબિલ કરવાનું ઘરમાં હવે ફાવતું નથી. એટલે એના પ્રત્યાધાત રૂપે આંબિલખાતાં ઊભાં થયાં. ઘેર ઘેર જ્યારે બા વગેરે આંબિલ કરતાં તો તેની વાનગીઓ ખાતાં ખાતાં ભૂલકાંઓ પણ આંબિલ કરવાનું શીખી જતાં. ઘરે આંબિલ હોય તો ઊકાળેલું પાણી પણ સાધુઓને સહજ રીતે મળી રહેતું.
હવે આ બધું આંબિલખાતે ગયું છે. ઘરમાંથી આંબિલના સંસ્કારનો લાભ ખતમ થયો. પાણી માટે ચાલી આવતાં પૂજનીય શ્રમણ-શ્રમણીઓનાં પગલાં ગયાં. ઘણીવાર આંબિલ ખાતામાં જે પાણી ઊકળે તે ઘણીવાર કાચું જ ઊકળેલું હોય છે. તેમાં ય કાચા પાણીનો સ્પર્શ અને સંબંધ પણ થતો રહે છે. નોકરશાહીમાં ઘરની શ્રાવિકા જેવી કાળજીની આશા પણ રાખી ન શકાય. કાચા ઊકળેલા પાણીના સદાના સેવનથી શ્રમણસંસ્થાના લલાટનું સંયમતેજ ઝંખવાય તો તેમાં શી નવાઈ ?
૫૦-૧% ઘરનાં ગામોમાં ‘કાયમી’ આંબિલ ખાતાં હોય છે. રોજ માંડ બે, પાંચ આંબિલ થાય પણ તેના માટે સ્ટાફ તો પૂરો રાખવો જ પડે. આમ આંબિલની એકેકી થાળ ઘણી મોંઘી થાય. વળી દેખરેખ રાખનાર બરોબર ન હોય તો ખૂબ ચોરી, ખાયકી વગેરે પણ થાય છે.
મારી દૃષ્ટિએ નાનાં નગરોમાં ચૈત્ર અને આસો માસની બે શાશ્વતી ઓળી પૂરતું જ સામૂહિક આંબિલનું અનુષ્ઠાન રાખવું જોઈએ.
આંબિલ ખાતામાં જે દાન લેવાય તે સાધર્મિક ભક્તિ ખાતે લેવું જોઈએ, માત્ર આંબિલની સગવડ માટે નહિ. આથી જે જૈનોની આર્થિક સ્થિતિ વધુ પડતી ખરાબ છે તેમની સાધર્મિક ભક્તિ આંબેલ ખાતાની અંદર થઈ શકે. છેવટે વધેલી રસોઈમાં વઘાર વગેરે કરીને, રોટલી ઉપર ઘી ચોપડી આપીને પણ તેમની ભક્તિ કરી શકાય. આ રીતે જીવનમાં ઊંચા આવીને ક્રોડપતિ બનેલા એક ભાઈ પોતાનું વધુમાં વધુ દાન ભારતભરના આંબિલ ખાતામાં અને ઓળીઓના આંબિલના અનુષ્ઠાનમાં આજીવન આપતા હતા.
આંબિલ ખાતાને ભેટથી અથવા તિથિ યોજનાથી દાન પ્રાપ્ત થાય