________________
1
| બીજી આવૃત્તિ વખતે લેખકીય
દર વર્ષે પર્યુષણ પર્વાધિરાજની આરાધના કરાવવા માટે ગામે ! ગામ જતા શ્રમણોપાસક યુવાનો માટે આ પુસ્તકનું લેખન મેં તૈયાર ! 1 કર્યું. આના મનનથી જૈનસંઘોમાં ધાર્મિક વહીવટ અંગે ઊઠતા પ્રશ્નોના સમાધાન યુવાનો સહેલાઈથી આપી શકે તે મારો ઉદેશ છે.
દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય આદિના સંબંધમાં વિ.સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં મળેલા મુનિસંમેલને જે પરામર્શ કરીને શાસ્ત્રીય નિર્ણયો લેવામાં આવ્યા હતા તેનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકની હવે બીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. આ ! નવસંસ્કરણને વિશિષ્ટ કોટિનું પરિમાર્જિત સ્વરૂપ પૂજનીય ; આચાર્યભગવંતાદિએ આપેલ છે. પ્રથમવૃત્તિમાં મારી ક્યાંક કોક શરતચૂક થઈ હોય તો તેને પણ તેઓશ્રીએ અથાગ મહેનત લઈને
પરિમાર્જિત કરી આપેલ છે. એમણે લીધેલા સખત પરિશ્રમ બદલ 1 iહું તેમનો ખૂબ ખૂબ ઋણી છું. 1 આ પુસ્તકમાં જે કાંઈ વિધાનો વગેરે કરવામાં આવ્યા છે
ત શાસ્ત્રધાર સાથે જ કરાયા છે. આમ છતાં જે તે વિધાનો સામે I કોઈ વાંધો ઉઠાવે તો અમને તે અંગે પુછાવીને જ કોઈ પણ નિર્ણય Tઉપર આવવાની મારી વિનંતિ છે.
આ પુસ્તકનું અતિ કઠિન સંપાદન કાર્ય મારા શિષ્યરત્ન મુનિશ્રી 'દિવ્યવલ્લભવિજયજીએ ખૂબ સરસ રીતે-ભારે જહેમત લઈને-પાર
પાડી દીધું છે તે બદલ હું તેને અહીં યાદ કર્યા વિના રહી શકતો ! નથી. - પ્રાન્ત જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો તેનું અન્તઃકરણથી મિચ્છા મિ દુક્કડે માંગું છું. વિરાર
લિ. 1 તા. ૧૫-૧-૯૫
ગુરુપાદપરેણુ I ૨૦૫૧, પો.સુ. ૧૪ ન
પં. ચન્દ્રશેખરવિજય