________________
૧૭૨
ધાર્મિક વહીવટ વિચાર સાધારણ' એવું નામ આપીને તેમાંથી પૂજા સામગ્રી લાવી શકો અને પૂજારીને પગાર પણ આપી શકો તો કેસર પૂજા કે સ્વપ્ન વગેરેના એ જ બોલી-ચડાવાને અમે “કલ્પિત દેવદ્રવ્ય’ તરીકે લઈને તેમાંથી શાસ્ત્ર સંમત રીતે પૂજારીનો ખર્ચ કાઢવાનું જણાવીએ તો શી રીતે ઉત્સુત્ર ગણાય?
જો તમે જિનના નિમિત્તથી બોલીઓની રકમને દેવદ્રવ્ય ને કહેતાં જિનભક્તિ સાધારણ કહો છો તો સંમેલનના ઠરાવમાં આના કરતાં જુદું શું વિચારાયું છે ?
વસ્તુતઃ સ્વપ્ન કે ઉપધાન નિમિત્તની બોલીઓ સાક્ષાત્ દેવના નિમિત્તે બોલીઓ નથી. જ્યારે બાર માસનાં કેસરપૂજાદિના લાભ માટેની બોલીઓ તો સાક્ષાત્ જિન (જિનમૂર્તિ)ના નિમિત્તે જ છે. છતાં જો આ બોલી જિનભક્તિ સાધારણ (દેવકુ સાધારણ) કહી શકાય તો સ્વપ્નાદિન નિમિત્તે જિનમંદિરનાં સર્વ કાર્યોનો નિર્વાહ કરવા માટે ઊભી કરાએલી બોલીની પ્રથાથી પ્રાપ્ત થતું ધન પણ દેવકુ સાધારણ (કલ્પિત દેવદ્રવ્ય) કેમ ન કહી શકાય ?
ખરેખર તો “જિનભક્તિ સાધારણ’ નામનું, કેસર વગેરેના લાભથી બારમાસી બોલીનું ધન ભેગું કરવાની નીતિ જ તેના સમર્થક મહાનુભાવોના વિચારોથી વિરુદ્ધ જાય છે. તેઓ જેમ દેવદ્રવ્યથી પ્રભુપૂજા ન થાય તેમ પૂજા તો સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તેવી શક્તિ ન હોય તો દેરાસરજીમાં કાજો વગેરે લઈને, કે કોકને કેસર ઘસી આપીને કે પુષ્પની માળા ગુંથી આપીને તેણે સંતોષ માનવો પડે, એવું માને છે, અભયંકર શેઠના બે નોકરોનું દૃષ્ટાન્ત વારંવાર આપીને આ વાતને તેઓ પુષ્ટ કરતા જ રહે છે, તો સવાલ એ છે કે પછી યાત્રિકો વગેરે શી રીતે બાર માસનાં કેસર વગેરેના ચડાવના પર-ધનથી પ્રભુ-પૂજા કરી શકે ?
વળી સ્વદ્રવ્યનો એવો એકાંત આગ્રહ રાખવો કે તેની મર્યાદામાં રહીને નબળાં દ્રવ્યોથી પણ પ્રભુપૂજન કરવું, પરંતુ દેવદ્રવ્યથી (કલ્પિત દેવદ્રવ્યથી) ઉત્તમ દ્રવ્ય પ્રભુપૂજન થાય તો પણ તે નહિ જ કરવું તે વાત વિશિષ્ટ પ્રસંગોમાં તો બરોબર જણાતી નથી. અન્ને દ્રવ્યનું (ઉપકરણનું) મહત્વ નથી પરંતુ શુભભાવવૃદ્ધિનું (અન્તઃકરણનું) મહત્ત્વ , છે. હા. એ ખરું કે શક્તિમાન (ધનવાન) આત્મા પરદ્રવ્યાદિથી પ્રભુપૂજન