________________
પરિશિષ્ટ-૧
૧૭૧ ઠરાવમાં જણાવેલા જે બોલી – ચડાવા છે તેની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં લઈ ગયા બાદ તેમાંથી પૂજારીના પગાર વગેરે અપાય તે પછી જે રકમ વધે તે તમામ રકમ જીર્ણોદ્ધાર વગેરે કાર્યોમાં જ વાપરવાની રહે છે એ સ્પષ્ટતા કરવાની જરૂર નથી.
એ સિવાય સંમેલનના ઠરાવોના સમર્થક શ્રમણો એ પણ મનોમન નિર્ણય લે કે ઠરાવની - શક્તિસંપન્ન સંઘો કે શ્રાવકોએ તો સર્વ પ્રકારની જિનભક્તિ (પૂજારીને પગાર વગેરે બધું જ) સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તે વાત જ સહુની પાસે મુખ્યપણે કરવી, આગ્રહ રાખવો અને તે રીતે અમલ પણ યથાશક્તિ કરવો, જેથી કલ્પિત દેવદ્રવ્યની વૃદ્ધિ થતાં તેમાં વધેલી રકમનો જીર્ણોદ્ધારાદિમાં ઉપયોગ વધતો જાય.
- એમ કહેવામાં આવે છે કે વિ.સં. ૧૯૯૦ના સંમેલનમાં જે ઠરાવ થયો છે કે, “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવું યોગ્ય જણાય છે. તેનાથી ઊલટો ઠરાવ આ સંમેલને કર્યો છે. આ વાત બરોબર નથી. આ સંમેલને પણ સ્વપ્નાદિ દ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું ઠરાવ્યું છે. હા, તે દેવદ્રવ્યનો વિશેષભેદ ૧૯૯૦ ના સંમેલને કર્યો ન હતો તે આ સંમેલને તેને “કલ્પિત દેવદ્રવ્ય’ કહીને તે ઠરાવ કરેલ છે. ખરેખર તો ૧૯૯૦ના. સંમેલનમાં આ ઠરાવ ઉપર જે સર્વસમંતિ સધાઈ છે તે તેમાંના “યોગ્ય જણાય છે” એ શબ્દોથી તે વખતે પોલી સર્વસંમતિ થયાનું સ્પષ્ટરૂપે દેખાય છે. ૨૦૪૪ના સંમેલને તો એકદમ સ્પષ્ટતા કરી છે.
સંમેલનના વિરોધી કહે છે કે સ્વપ્નદ્રવ્ય કે કેસરાદિની બોલી-ચડાવાના દ્રવ્યથી દેવપૂજાની સામગ્રી ન લવાય અને પૂજારી આદિને પગાર ન અપાય.
આ જ મહાનુભાવો ઠેર ઠેર ‘જિનભક્તિ સાધારણ” એ નામનું ફંડ કરાવે છે. બાર માસનાં કેસર, અગરબત્તી વગેરેનો લાભ લેવા માટે કેસર વગેરેની બોલી બોલાવે છે. તે રીતે જે ધન પ્રાપ્ત થયું તેમાંથી બહારગામથી આવેલા યાત્રિકો વગેરેને કેસર વગેરે પૂજા-સામગ્રી પૂરી પડાય છે અને પૂજારીને પગાર પણ ચૂકવાય છે.
શું આ બરોબર છે ? પરમાત્માના (દેવના) નિમિત્તે બોલાએલી કેસર વગેરેની ઉછામણી દેવદ્રવ્ય જ બની ગઈ. હવે તમે ‘જિનભક્તિ