________________
ધાર્મિક વહીવટ વિચાર
બીજું બિનજરૂરી સ્થળોમાં નવાં જિનમંદિરોના કે તીર્થોનાં થનારા નિર્માણમાં કે ચાલુ કાર્યમાં આજથી જ દેવદ્રવ્યનું ધન લગાડવાનું બંધ કરી દેવાનું પોતાના ભક્તોને ફરમાન કરે અને સ્વદ્રવ્યનો જ ત્યાં ઉપયોગ કરવાનું સૂચન કરે; પછી ભલે તે નિર્માણકાર્ય ધીમે ધીમે પણ પૂરું થાય અને જે અશક્ત-કક્ષાના સંઘો હોય ત્યાં શુદ્ધ દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને અપાતા પગારો બંધ કરાવીને અખબારો અને અદાલતો પાછળ લાખો રૂ.લગાડી દેવા તૈયાર થયેલા ભક્તો દ્વારા તે સંઘોમાં સ્વદ્રવ્ય મોકલવાનું શરૂ કરાવે. જો આવી કોઈ વ્યવસ્થા કરવા તેઓ તૈયાર ન હોય અને સંમેલનના ઠરાવનો માત્ર વિરોધ જ કરતા હોય તો તે કેટલું યોગ્ય ગણાશે ?
૧૭૦
સ્વદ્રવ્ય કે સાધારણ દ્રવ્યથી અશક્ય હોય તેવા સંઘોમાં પણ પૂજારીના
પગારાષ્ટ્ર કલ્પિત દેવદ્રવ્યમાંથી આપવાનો નિષેધ કરનારા મહાત્માઓએ
જાળ, કતલખાનાનાં યાંત્રિક સાધનો વગેરેમાં જે ઉપયોગ થાય છે તે અંગે રાજકારણની સામે પડવું ખૂબ જરૂરી છે. તે માટે અદાલતનો આશ્રય લેવાનું ખૂબ આવશ્યક છે. એ માટે અખબારોમાં હોહા મચાવી દેવાનું ખૂબ અગત્યનું છે. આ બાબતમાં કેમ આજ સુધીમાં કશું જ નક્કર કરવામાં આવેલ નથી ?
સંમેલનના શ્રમણોને તો નજીકના જ ભાવી તરફ નજર નાંખતાં દેખાયું છે કે પૂજારીઓનાં યુનિયનો ઊભાં થતાંની સાથે તેમનો પગાર ઓછામાં ઓછો બમણો તો થઈ જ જવાનો છે. તે ય વધીને ત્રણ હજાર રૂ. સુધી ટૂંક સમયમાં પહોંચી જશે. આ પગારને પહોંચી વળવાની તાકાત જ્યારે બધી રીતે માતબર અને ધનવાન સંઘો પાસે હોવા છતાં શુદ્ધ સાધારણ ખાતે તેટલી મોટી રકમોનાં ફંડ તેઓ નહિ કરે ત્યારે તેઓ પૂજા (આદાન) સ્વરૂપ દેવદ્રવ્યમાંથી જ તે મોટા પગારો ચૂકવશે. આ બાબત ખૂબ અનુચિત ગણાશે.
જો માતબર સંઘો પણ ચોખ્ખા સાધારણના પૈસાની ટીપમાં થાકશે તો તે વખતે તે સંઘોને પૂજાદિ દેવદ્રવ્યમાંથી પૂજારી આદિને પગાર વગેરે આપતા રોકીને કલ્પિત દેવદ્રવ્યમાંથી તેની વ્યવસ્થા કરવાનું જણાવવું પડશે.