________________
પરિશિષ્ટ-૧
૧૬૯
જેઓ સ્વદ્રવ્ય ખર્ચવાનું શક્ય ન હોય તેવા સ્થાનમાં પણ પૂજારીના પગારાદિનો નિષેધ કરે છે અને હોહા મચાવે છે, તેઓ શિલ્પી અને સલાટોની તિજોરીઓને છલકાવી આપતાં દેવદ્રવ્ય માટે કેમ કદી અવાજ પણ કરતા નથી ? તેવાં જિનમંદિરો અને તીર્થોની પ્રતિષ્ઠાદિનાં કાર્યોમાંથી વિરોધ નોંધાવવા સાથે દૂર કેમ રહેતા નથી ?
વળી કેટલાકો કહે છે કે, “કલ્પિત દેવદ્રવ્યમાંથી જો પૂજારીને પગારાદિ અપાશે તો ધર્મજનો સ્વદ્રવ્યના સાધારણના ફાળા વગેરે હવે બંધ કરી દેશે.” આ અને આના જેવા કેટલાય ખોટા ભય ઉપજાવી કાઢીને સંમેલનના શ્રમણોને શાસ્ત્રવિરોધી કહેવડાવવાનો પ્રયત્ન ખૂબ જ અનુચતિ લાગે છે.
ફરી યાદ કરો કે જ્યાં સ્વદ્રવ્યની શક્તિ દેખાશે ત્યાં સંમેલનના સુવિહિત શ્રમણો સ્વદ્રવ્યનો જ શ્રાવકો પાસે ઉપયોગ કરાવીને તેમની ધનમૂ ઉતારવા દ્વારા વાસ્તવિક જિનભક્તિના તેમને ઉપાસક બનાવશે. આવા ખોટા ભય તો દરેક બાબતમાં ઉપજાવી શકાય. પણ જે સાધુ, સાધુતાની મસ્તીમાં જીવતા હશે તેઓ તો સંમેલનના ઠરાવોના હાર્દને અને સ્વરૂપને પકડશે જ, અને તે રીતે જ વર્તશે. એટલે આવા ખોટા ભય કલ્પવાનું યોગ્ય જણાતું નથી.
જ્યાં જે ભય વાસ્તવિક હોય ત્યાં પણ જો લાભ વિશેષ હોય તો ભયની પાર કેમ ઊતરી જવું તે જ વિચારવું જોઈએ. પણ ભયની કલ્પનાથી મોટો સંભવિત લાભ ગુમાવવો એ યોગ્ય ન ગણાય.
ઘણાં વર્ષોથી કેટલેય ઠેકાણે સ્વપ્નદ્રવ્યની આવક સંપૂર્ણ સાધારણમાં કે ૧૦ આની યા ૬ આની સાધારણમાં જતી હતી ત્યારે પણ તેની સામે સોળે ય આની રકમ દેવદ્રવ્યમાં ચાલુ રાખવાનું કાર્ય તે શ્રમણોએ કર્યું જ છે. નિરર્થક ભયો ઊભા કરીને સંમેલનના શ્રમણોને બદનામ કરવાની વાત બિલકુલ ઇચ્છનીય ન ગણાય.
ઉપસંહારમાં એટલું જણાવવું ઠીક લાગે છે કે સંમેલનના ઠરાવ સામે હોહા કરી મૂકતા અને તે માટે અદાલત અને અખબારનો આશ્રય લઈને શ્રીસંઘના લાખો રૂ. ખર્ચ કરી ચૂકેલા મહાત્માઓ સહુપ્રથમ પોતાના પ્રત્યે પૂજ્યભાવ ધરાવતા સંઘોમાં દેવદ્રવ્યનાં ત્રણ ખાતાં પડાવે, તેની બીજામાં થતી ભેળસેળ સદંતર બંધ કરાવે, ભૂતકાળની ભૂલની રકમ તે તે રીતે ખાતે જમા કરાવીને તે તે સંઘોને દોષમાંથી ઉગારે.