________________
૧૬૮
ધાર્મિક વહીવટ વિચાર
कारणाभावे कार्यानुदयात् । અર્થ : તેનો (ચૈત્યદ્રવ્યનો) વિનાશ કરવાથી બોધિવૃક્ષનાં મૂળમાં અગ્નિ મુકાય છે. તેમ થવાથી પાછું તે નવું નથી બનતું એમ અર્થ છે. અહીં રહસ્ય આ છે. ચૈત્યાદિ દ્રવ્યનો વિનાશ થતાં પૂજા વિ.નો લોપ થાય છે. પરિણામે તેનાથી થતાં પ્રમોદ, પ્રભાવના તથા પ્રવચનવૃદ્ધિનો અભાવ થાય છે. તેથી ગુણશુદ્ધિ વધતી અટકે છે. તેથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થાય છે, કેમ કે કારણના અભાવમાં કાર્ય ન થઈ શકે.
- દ્રવ્યસપ્તતિકા जेण चेइअदव्वं विणासियं, जिणबिंबपूआईसणाणंदितहियआणं भवसिद्धिआणं
सम्मदंसणसुअओहिमणपज्जवकेवलनाणनिव्वाणलाभा पडिसिद्धा । ' અર્થ : જેના વડે ચૈત્યદ્રવ્યનો વિનાશ થયો છે, તેના વડે જિનબિમ્બની પૂજા અને દર્શનથી આનંદિત થતાં ભવસિદ્ધિ આત્માઓનાં સમ્યગ્દર્શન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, કેવલ જ્ઞાન તથા નિર્વાણના લાભોનો પ્રતિષેધ કરાયો.
- વસુદેવહિંડી જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપોને માનનારને જિન ચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.”
- વિચારસમીક્ષા પૃ. ૯૭
લેખક : મુનિ રામવિજય આ ઉપરથી તો તે પૂજ્યશ્રી તરફથી પણ સંમતિ મળે છે કે દેવદ્રવ્ય માંથી જિનપૂજાની સામગ્રી લાવી શકાય અને જિનભક્તિ પણ કરી શકાય. અસ્તુ.
હવે સમજાઈ જશે કે સ્વપ્નાદિની આવકમાંથી પૂજારીને પગાર આપવાથી ક્રોડો રૂ. નું દેવદ્રવ્ય જીર્ણોદ્ધારમાં જતું અટકી જવાનો ભય જરાક પણ વાસ્તવિક છે ખરો ?