________________
પરિશિષ્ટ-૧
૧૭૩ કરે તો તેમાં તેને લાભ ઓછો મળે (ધનમૂ નહિ ઉતારવાથી) પરંતુ તેને ગેરલાભ થાય તેવું પ્રતિપાદન તો કેમ કરી શકાય ?
દેવદ્રવ્યના પેટા ત્રણ ભેદો અંગે વિશેષ વિચારણા અવધારણ (આગ્રહપૂર્વકના દઢ સંકલ્પ) સાથે દેવને સમર્પિત થતું જે દ્રવ્ય તે દેવદ્રવ્ય કહેવાય છે. આવા દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે.
પૂજા દેવદ્રવ્ય : પરમાત્માના ભક્તો એમ સમજતા હોય છે કે જિનપ્રતિમા એ સાક્ષાત્ જિનેશ્વરદેવ ભગવાન છે. આથી જ તેઓનો સહુથી વધુ ઉલ્લાસ જિનપૂજા-અંગ-પૂજારૂપ કે અગ્ર પૂજારૂપમાં દ્રવ્ય વાપરવાનો હોય છે.
ભગવંતની પૂજા માટે જ ભક્તો અનેક રીતે જે ભેટ આપે તે બધું પૂજા દેવદ્રવ્ય કહેવાય. દુકાનની ભાડાની આવકો, લાગાઓ, ખેતરો, રોકડ રકમ, કેસર વગેરે કે તૈયાર આભૂષણો અથવા તેના માટેનું સોનું કે ચાંદી વગેરે આવી જે કાંઈ પણ....ભેટના રૂપમાં આવક થઈ હોય તે ભાડા વગેરે રૂપમાં ભેટ તે પૂજા-દેવદ્રવ્ય કહેવાય (આ જ બધી ભેટ જો જિનમંદિરના નિર્વાહ માટે આપવામાં આવી હોય તો તે કલ્પિતદેવદ્રવ્ય ગણાય.) આ રીતે તે મળેલા પૂજાદ્રવ્યનો ઉપયોગ જિનેશ્વરદેવના. દેહ ઉપર કેસર-પૂજા, આભૂષણ ચડાવવા વગેરેમાં થાય અને અગ્ર પૂજામાં પણ થાય.
નિર્માલ્ય દેવદ્રવ્ય : નિર્માલ્ય બે પ્રકારનાં હોઈ શકે છે. પ્રભુજીને ધરેલું, ચડેલું કે તેમની સામે મૂકેલું દ્રવ્ય તે બધું નિર્માલ્ય કહેવાય. એટલે કે વરણાદિનો ઉતારો, ફળ, ફૂલ, નૈવેદ્ય, વસ્ત્ર, અક્ષત, રોકડ રકમ વગેરે નિર્માલ્ય દ્રવ્ય કહી શકાય. આમાંથી જે થોડા જ કલાકોમાં વિગન્ધિ (દુર્ગન્ધવાળા) શોભારહિત વગેરે સ્વરૂપ બની જાય તે ફૂલ, નૈવેદ્યને વગેરે વિગન્ધિ નિર્માલ્ય દ્રવ્ય કહ્યાં છે. પણ તે સિવાયનાં અ-વિગન્ધિ અક્ષત પ્રભુજીની સામે ધરેલાં હોવાથી અવિચર્ચેિ નિર્માલ્ય દ્રવ્ય કહ્યાં છે. આમાંથી વેચાણ કરવાથી જે રકમ આવે તેમાંથી જિનની અંગપૂજા તો ન જ થઈ શકે. હા, તેમાંથી આભૂષણો ઘડાવીને પ્રભુજીના અંગે ચડાવી શકાય ખરાં. જો આભૂષણોની જરૂર ન હોય તો અન્ય દેરાસરોમાં આભૂષણો માટે