________________
૧૭૪
ધાર્મિક વહીવટ વિચાર
તે રકમ આપવી. જો કેસર બરાસના અભાવમાં પ્રભુપૂજા અટકી પડતી હોય તો તેવા સમયે કેસર-બરાસાદિ લાવવામાં પણ વાપરી શકાય.
આ બેય પ્રકારનાં નિર્માલ્ય દ્રવ્યની રકમ મંદિરના જીર્ણોદ્ધારાદિમાં જરૂર વાપરી શકાય.
કલ્પિત દેવદ્રવ્ય : જિનમંદિર અંગેનાં બધાંય કાર્યોનો નિર્વાહ કરવા માટેની કલ્પના કરીને મેળવાએલ દ્રવ્ય તે કલ્પિત દેવદ્રવ્ય. પૂર્વના કાળમાં રિઝર્વ-ફંડના રૂપમાં રાખવા માટે શ્રીમંત ભક્તો જે દ્રવ્ય આપતા તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું. બને ત્યાં સુધી કટોકટીના સમયમાં જ આ રિઝર્વ-ફંડ સ્વરૂપ નિર્વાહ માટેના દ્રવ્યનો ઉપયોગ થતો. સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભક્તો પાસેથી મેળવવામાં મુશ્કેલી થઈ ત્યારે નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી-ચડાવાની પદ્ધતિ શરૂ કરાઈ. એ દ્વારા મળતી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય ગણાઈ. // સ્વપ્નાદિની આ બોલીમાં સ્પર્ધા થતી. પહેલો વગેરે નંબર લેવા માટે આ બોલી થતી. ભક્તજન તે બોલીથી પોતાને મળતો હક્ક ભોગવતો અને તેના બદલામાં ઉછામણીની રકમ કોઈ શરત વિના તેના આયોજકને આપતો.
કોઈ કહેશે કે બોલીની આ રકમ ભેટ સ્વરૂપ બનવાથી તેને પૂજા દેવદ્રવ્યમાં કેમ ન ગણવી ? તેનો ઉત્તર એ છે કે આ રકમ ભેટરૂપ નથી. માલ લઈને તેની સામે જે રકમ અપાય તે કદી ભેટ ન કહેવાય. પહેલી વગેરે માળ પહેરવા સ્વરૂપ માલ મળી ગયો અને બદલામાં જે રકમ અપાઈ તે ભેટ કેમ કહેવાય ? આથી જ બોલી-ચડાવાની રકમો પૂજા દેવદ્રવ્યમાં ન જાય. વળી પૂજા-દેવદ્રવ્યમાં તો જે રકમ ભેટરૂપ અપાય છે તેમાં શરત કરાય છે કે, “મારી રકમમાંથી કાયમ પુષ્પો લાવવાં, કેસર લાવવું કે અમુક પ્રકારનું આભૂષણ બનાવવું.” વગેરે.
આવી કોઈ શરત બોલી-ચડાવાની રકમ સાથે નહિ હોવાથી પણ આ રકમ પૂજા-દેવદ્રવ્ય ખાતે શી રીતે જઈ શકે ?
આમ જિનમંદિર અંગેનાં તમામ કાર્યો (પૂજારી, નોકરાદિના પગારો, કેસર પૂજાદિ) નો જ્યાં નિર્વાહ થઈ શકે તેમ ન હોય ત્યાં તે નિર્વાહના સંકલ્પથી થયેલી આ બોલી-ચડાવાની રકમ ઉપયોગી થાય છે. માટે તેને