________________
પરિશિષ્ટ-૧
૧૭૫ પૂજા-દેવદ્રવ્યમાં લઈ જઈ શકાય નહિ. ( જો કે પૂર્વકાલીન રિઝર્વ-ફંડનું દ્રવ્ય એ ભેટ દ્રવ્ય જ છે. પણ તે ‘નિર્વાહક’ બિનશરતી ભેટ દ્રવ્ય છે, માટે તે પૂજા-દેવદ્રવ્યમાં ન ગણાય.).
આથી જ બોલીની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે એમ લાગે છે.
ટૂંકમાં, પૂજાનાં કાર્યો માટે ભેટરૂપે શરતી મળેલું દ્રવ્ય તે પૂજાદેવદ્રવ્ય કહેવાય. તેનો ઉપયોગ જિનના દેહ માટે જ થઈ શકે. કલ્પિતદેવદ્રવ્યનો જિનમંદિરનાં સર્વકાર્યોમાં ઉપયોગ-જીર્ણોદ્ધાર, જિનપૂજા, પૂજારી આદિને પગારાદિમાં કરી શકાય.
અહીં જણાશે કે કલ્પિત-દેવદ્રવ્યમાંથી જ પૂજારી આદિને પગારાદિ આપી શકાય.
નિર્માલ્ય-દેવદ્રવ્યમાંથી જિનની અંગપૂજા તો ન જ કરી શકાય. પૂજા દેવદ્રવ્યથી મુખ્યત્વે જિનપૂજા કરી શકાય.
T
ધા.વ.૧૨