________________
T૮
ધાર્મિક વહીવટ વિચાર
શકે જ્યારે તે સંકલ્પ દેઢ હોય : સામાન્ય કક્ષાનો ન હોય ‘‘આ ધન કે આ નવદ્ય હું દેવને ધરવા માટે બનાવું છું.” આ સંકલ્પ સામાન્ય કક્ષાનો કહેવાય. દેઢ સંકલ્પ તો ત્યારે જ કહેવાય જ્યારે તેમાં ગર્ભિત રીતે કે સ્પષ્ટ રીતે પોતાના ઉપભોગનો ઇન્કાર હોય. “હું મારા માટે આ વસ્તુ નહિ જ વાપરું.” આવા નકારાત્મક અભિગમપૂર્વકનો દેવને ધરવાનો જે સંકલ્પ તે દેઢ સંકલ્પ કહેવાય. માત્ર સામાન્ય સંકલ્પવાળી વસ્તુ દેવદ્રવ્યની બની જાય નહિ.
મૃગ નામના શ્રાવકે ઘરની પત્નીને-તીર્થયાત્રામાં ઠેરઠેર જરૂરી ભગવાનને ધરવા માટે-નૈવેદ્ય તૈયાર કરવા કહ્યું. નૈવેદ્ય તૈયાર થઈ ગયું. કોઈ મુનિ ઘેર વહોરવા આવ્યા. તેમને તે નવદ્ય વહોરાવાયું. મુનિ અને તે વિપ્ર શ્રાવક સ્વર્ગગામી થયા.
આ નૈવેદ્યમાં સામાન્ય સંકલ્પ હતો, પણ પોતે તેનો ઉપભોગ નહિ જ કરવો તેવો ગર્ભિત રીતે પણ સંકલ્પ ન હતો. એટલે જ તે દેવદ્રવ્ય ન બન્યું અને તેથી જ તે મુનિ અને વિપ્ર શ્રાવક દુર્ગતિગામી ન થયા.
આ ઉપરથી એ વાત સમજવી કે આંગીમાં ચડાવવા માટે અપાતા હીરાના હાર વગેરે પ્રભુને ચડાવવા માત્રથી દેવદ્રવ્ય બની જતા નથી. વળી દેરાસરમાં જતાં, ખીસામાં ભૂલથી કોઈ દવા વગેરે રહી જાય તો તે દેવદ્રવ્ય બનીને વાપરવા માટે ત્યાજ્ય બની જતી નથી. આમ છતાં વ્યવહાર- શુદ્ધિ માટે તે વાપરવી યોગ્ય નથી.
સંઘ હસ્તકના રથયાત્રાદિ વરઘોડામાં રથમાં બેસવાની કે ભગવાનની પાલખી ઊંચકવા, ભગવાન પધરાવવા, સારથી બનવાની, ચામર લઈ બેસવાની વગેરે જિનભક્તિ નિમિત્તની ઉછામણી : તથા હાથી, ઘોડાગાડી વગેરે સાંબેલાને લગતી ઉછામણીઓમાંથી સગવડ મુજબ રથ, પાલખી વગેરેના નકરા તથા બેંડ અને હાથી, ઘોડાગાડી વગેરે તે તે સાંબેલાઓનો ખર્ચ કરી શકાય. બાકીની વધતી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી.
પરંતુ વરઘોડામાં આગમની ગાડી કે જ્ઞાનને લગતી ઉછામણીમાંથી તેને લગતો ગાડી વગેરેનો ખર્ચ કાઢી બાકીની રકમ જ્ઞાનખાતે જમા કરવી. તથા કુમારપાળ રાજા, શાલિભદ્ર, વિક્રમરાજા, કનકશ્રી (ધર્મચક્ર તપમાં), જાવડશા વગેરે બનીને હાથી, ઘોડાગાડી, વગેરેમાં બેસવાની ઉછામણીમાંથી પણ તેને લગતો ખર્ચ બાદ કરી બાકીની રકમ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર ખાતે