________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
જિનપૂજા કરવાની સામગ્રી ગામના કે બહારગામથી આવેલા જૈનોને બરોબર મળે તે માટે ‘જિનભક્તિ સાધારણ ભંડાર” મૂકીને તે પરદ્રવ્યથી તે લોકો જિનપૂજા કરી શકે અને તેમાં દોષ જણાતો ન હોય તો સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો એકાત્તે આગ્રહ શી રીતે રાખી શકાય ?
‘દ્રવ્યસપ્તતિકા” ગ્રંથમાં ‘શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ એમ જે કહ્યું છે તે ઘરદેરાસરના માલિક શ્રાવક માટે કહેલું છે. ત્યાં તેનો જ વિષય આવે છે. તેમાં એમ કહ્યું છે કે, “ઘરદેરાસરમાં મૂકેલા ચોખા, ફળ વગેરેથી સંઘ દેરાસરમાં તે શ્રાવક પૂજા કરી શકે નહિ. કેમ કે તેમ કરવામાં લોકો દ્વારા તેને ખોટાં માન-સન્માન મળી જવા સંભવ છે. (અહીં દેવદ્રવ્યથી પૂજા કરવાનો તેને દોષ લાગવાની તો વાત કરી જ નથી.) આવું ખોટું માન ન મળે તે માટે તેણે મોટા દેરાસરે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ.
/ આ રીતે તે પાઠ બરોબર જોવાશે તો ખ્યાલ આવી જશે કે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો તમામ શ્રાવક-શ્રાવિકાઓ માટે શાસ્ત્રકારોના એકાન્ત આગ્રહ નથી.
- જ્યારે ત્રણેય પ્રકારનાં દેવદ્રવ્યથી જિનપૂજા (પૂજારૂપ, આભૂષણ ચડાવવા રૂપ, અજૈન પૂજારીને પગારાદિ આપવા રૂપ) થઈ શકે છે ત્યારે સ્વદ્રવ્યથી જ-દેવદ્રવ્યથી નહિ અને પરદ્રવ્યથી પણ નહિ - પૂજા કરવાનો કે પગાર દેવાનો એકાન્ત આગ્રહ રાખવો એ બરાબર જણાતું નથી. અહીં એ વાત ખ્યાલમાં રાખવી કે ગુરખા, પૂજારી, વકીલ વગેરેને જે દેવદ્રવ્યનું વેતન આપવાની વાત છે તે તેઓ ‘અન’ હોય તો જ છે. જૈનો જો દેવદ્રવ્ય લે તો તેમને માનસિક રીતે ત્રાસ થાય. એથી તેમની પરિણતિ નિષ્ફર થાય. પરિણતિની રક્ષા એ સૌથી મોટો ધર્મ છે.
વર્તમાનકાલીન જૈનચાર્યો માટે એ નિર્ણય લેવાનો અને તેનો અમલ કરવાનો દેવદ્રવ્યના ત્રણ વિભાગો અંગે-કાળ પાકી ગયેલો જણાય છે.
અવધારણ વિના દેવદ્રવ્ય ન બને ‘દ્રવ્યખંતિકા’ ગ્રન્થ (ગાથા બીજી) માં કહ્યું છે કે દેવને સમર્પિત કરવા માટે સંકલ્પિત કરાયેલી ધન વગેરે વસ્તુ ત્યારે જ દેવદ્રવ્ય બની