________________
૧૬
ધાર્મિક વહીવટ વિચાર માળની રકમ દેવદ્રવ્ય તો ખરી જ, પરંતુ તે દેવદ્રવ્ય એટલે પૂજા (અષ્ટપ્રકારી પૂજાના વાર્ષિક ચડાવા વગેરે સ્વરૂ૫) કે નિર્માલ્ય દેવદ્રવ્ય નહિ પરન્તુ કલ્પિત દેવદ્રવ્ય. આ રકમનો ઉપયોગ દેરાસરજીના તમામ ખર્ચાઓમાં કરી શકાય. આથી જ આ કલ્પિત દેવદ્રવ્યને, દેવકું સાધારણ કહેવાય છે.
આ કલ્પિત દેવદ્રવ્યની રકમમાંથી (અજૈન) પૂજારીને પગાર આપી શકાય તેમ જ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી પણ લાવી શકાય અને આભૂષણો પણ બનાવી શકાય.
જો કે હાલમાં આવા ત્રણ વિભાગ (ત્રણ કોથળી) ક્યાંય રાખવામાં આવેલા જાણવા મળતા નથી. હાલ તો દેવદ્રવ્યની એક જ કોથળી રાખીને જિનભક્તિ માટે ઉપયોગ કરાય છે.
પણ, આથી તો નિર્માલ્ય દેવદ્રવ્યની રકમમાંથી પણ જિનપૂજા થવાનો સંભવ રહે, જેનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે. એટલે આવી ત્રણ કોથળીઓ કરાય અને કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર અપાય, જિનપૂજાની સામગ્રી લવાય તો શાસ્ત્રવ્યવસ્થા બરોબર જળવાઈ રહે,
અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી લાગે છે કે દેવદ્રવ્યમાંથી કે કલ્પિત દેવદ્રવ્યમાંથી કોઈ જિનપૂજા કરે તો તે પાપ બાંધે છે તેવું ન કહેવાય.
કેમ કે પૂજા દેવદ્રવ્ય પૂજા માટેનું જ ખાતું છે. વળી કલ્પિત દેવદ્રવ્ય પણ વ્યાપક બનીને પૂજા કરવા માટેની રકમ લેવાની રજા આપે જ છે. આ રીતે પૂજા કરવામાં પાપ લાગતું નથી. પ્રભુભક્તિ કરવાથી પુણ્ય જ બંધાય. પરંતુ જો શ્રાવકો આ દેવદ્રવ્યની રકમથી પૂજાદિ ન કરતાં સ્વદ્રવ્યથી પૂજા કરે તો ધનમૂચ્છ ઉતારવાનો તેમને બહુ મોટો લાભ વધારામાં મળે ખરો. વળી સ્વદ્રવ્યની જિનપૂજામાં ભાવોલ્લાસ વધવાનો પણ વિશેષ સંભવ છે.
- જો દેવદ્રવ્યમાંથી દેરાસર નિર્માણ થઈ શકે છે અને તેને સુખી ભક્તો વાપરી શકે છે તો તે જ દેવદ્રવ્યમાંથી દેરાસરજીમાં બિરાજમાન પરમાત્માની પૂજાદિ કેમ ન થઈ શકે ? તેમાં પાપબંધ શી રીતે કહેવાય ?