________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ તે વાત સ્થિર થઈ.
નિમલ્યિ દેવદ્રવ્ય પ્રભુજીના અંગેથી ઊતરેલા વરખ વગેરે વેચવાથી જે રકમ મળે તે નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતે જમા થાય. આ વરખ વગેરે થોડાક જ સમયમાં ગન્ધાતા બને છે તેથી તેમને વિગન્ધિ દ્રવ્યો કહેવાય છે.
પ્રભુજીની સામે મુકાએલાં બદામ વગેરે ગન્ધાતાં નથી બનતાં પરંતુ તે જ બદામ વગેરે ઊતરી ગયા પછી ફરી ચડાવી શકાતાં નથી માટે તે પણ અવિગળેિ એવાં નિર્માલ્ય દેવદ્રવ્ય કહેવાય છે. આના વેચાણની રકમ આ નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતે જમા થાય.
આ રકમમાંથી જિનના અંગનાં આભૂષણો વગેરે થાય. પરન્તુ જિનપૂજાનાં સાધનો લાવવામાં તે વાપરી શકાય નહિ. હા. આ રકમ વધે તો તે જિનમંદિરના જીણોદ્ધારાદિમાં વાપરી શકાય.
- કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય જિનમંદિરના નિભાવ માટે કલ્પેલું (કાયમી નિધિ) તથા જિનભક્તિ નિમિત્તે જે કાંઈ ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણા કરી હોય, તેનાથી ઉત્પન્ન થયેલ તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. ભૂતકાળમાં સુશ્રાવકો સ્વદ્રવ્યથી જ જિનમંદિર બનાવતા. એ વખતે તે જિનમંદિરના ચોકીદારને પગાર, અષ્ટપ્રકારી પૂજાની સામગ્રીઓ વગેરે વસ્તુઓ બરોબર કાયમ મળતી રહે તે માટે દાનવીર નિભાવરૂપે રકમ આપતા, જે કાયમ રહેતી અને તેના વ્યાજમાંથી મંદિરના નિર્વાહ (નિભાવ) કાયમ માટે થતો. આ રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા થતી.
વળી હાલ પણ પરંપરા મુજબ સેંકડો વર્ષોથી ચાલતી આવતી સ્વપ્ન, * સંઘમાળ-અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ-આરતી, મંગળદીવો-પ્રથમ પ્રક્ષાલ પૂજા, કેસરપૂજા, ફૂલપૂજા વગેરેની ઉછામણીઓ, ઉપધાનની માળની ઉછામણીનકરા, નાણના નકરા વગેરે બધાનો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં થાય છે, કેમકે આ બધી ઉછામણીઓ પણ જિનભક્તિ નિમિત્તે શ્રાવકોએ આચરેલ છે.
આ ઉપરથી એમ કહી શકાય કે સ્વપ્નાદિકની ઉછામણી કે ઉપધાનની