________________
ધાર્મિક વહીવટ વિચાર
જિનમંદિરોના નિર્માણમાં તથા જિનમંદિરનાં ઉપકરણો, કેશર-સુખડાદિ પૂજાની સામગ્રી, પૂજારીને પગાર, જિનમંદિરના વહીવટાદિ જિનભક્તિનાં સર્વ કાર્યોમાં થઈ શકે છે. પણ શક્તિસંપન્ન આત્માઓએ ધનમૂચ્છાનો દોષ નિવારવા માટે સ્વદ્રવ્યથી આ લાભ લેવાનું લક્ષ અચૂક રાખવું જોઈએ. (૨) જિનાલય કે જિનપ્રતિમાની સુરક્ષાદિ માટે કોર્ટની કાર્યવાહી કરવામાં વકીલો (અજૈન)ને ફી વગેરે આપવામાં થઈ શકે. ગુરખા રાખવામાં થઈ શકે.
૧૪
આ જિનપ્રતિમા અને જિનમંદિરનાં બે ખાતાંના દ્રવ્યને દેવદ્રવ્ય કહેવામાં આવે છે. એવો શાસ્ત્રીય નિયમ છે કે સાત ક્ષેત્રોમાં ઉપરના ક્ષેત્રની રકમ નીચેના ક્ષેત્રમાં જઈ શકે નહિ, પરન્તુ નીચેના ક્ષેત્રોની ૨કમ ઉપરના ક્ષેત્રોમાં વાપરી શકાય. (અહીં સાધુ-સાધ્વીનું તથા શ્રાવક
અને આ નિયમ પ્રમાણે તો પહેલા જિનપ્રતિમાનાં ક્ષેત્રની રોમ બીજા
જિનમંદિરના ક્ષેત્રમાં વાપરી શકાય નહિ. પરન્તુ હાલમાં લગભગ બધા જૈનાચાર્યો આ બે ક્ષેત્રોનું એક જ દેવદ્રવ્યનું ખાતું ગણી લે છે અથવા તે રીતે વર્તાતું હોય તો ત્યાં તેનો વિરોધ કરતા નથી.
દેવદ્રવ્યના ત્રણ પ્રકાર ‘સંબોધપ્રકરણ’ વગેરે ગ્રન્થોમાં દેવદ્રવ્યના ત્રણ પ્રકાર પાડવામાં
આવ્યા છે.
(૧) પૂજા દેવદ્રવ્ય (૨) નિર્માલ્ય દેવદ્રવ્ય (૩) કલ્પિત દેવદ્રવ્ય
પૂજા દેવદ્રવ્ય જિનેશ્વરદેવના દેહની પૂજા માટે મળતું તે પૂજા દેવદ્રવ્ય કહેવાય. જિનના દેહની કેસર વગેરેથી થતી પૂજા માટેનું જ મુખ્ય આ દ્રવ્ય છે પણ વધી જાય ત્યારે પ્રભુજીના ગેહ (મંદિર)માં દ્રવ્ય વાપરી શકાય. તે આમ જિનના દેહની અંગ અને અગ્રપૂજા માટે અને વધી જાય ત્યારે જિનમંદિરના જીર્ણોદ્વાર (અને નૂતન મંદિરના) નિર્માણમાં આ દ્રવ્ય વપરાય