________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
(૨૦)
સાધારણ ખાતું (૭ ક્ષેત્રો)
૧. જિનપ્રતિમા
૨. જિનમંદિર
૩. જિનાગમ
૪. સાધુ
૬. શ્રાવક
૭. શ્રાવિકા
શુભ (સર્વસાધારણ) ખાતું (૧૪ ક્ષેત્રો) ૮. પૌષધશાળા(ઉપાશ્રયો)
૯. પાઠશાળા
૧૦. આયંબિલખાતું ૧૧. નિશ્રાકૃત ખાતું
૧૩. અનુકંપા ખાતું ૧૪. જીવદયા ખાતું
m
જિનપ્રતિમા અને જિનમંદિર (૧ + ૨)
જિનપ્રતિમાને અનુલક્ષીને જે કોઈ ધનની આવક થાય તે દેવદ્રવ્ય કહેવાય. તેનો ઉપયોગ જિનપ્રતિમાઓ ભરાવવામાં થાય. જે જિનબિમ્બની અંજનશલાકા કરવાની છે તે જિનબિમ્બ ભરાવવાની જે ઉછામણી થાય તે રકમમાંથી નવી જિનપ્રતિમાઓ ભરાવી શકાય; આંગી, મુગટ વગેરે બનાવી શકાય પ્રતિમાને લેપ કરાવી શકાય; ચક્ષુ, ટીકા વગેરે લગાડી
શકાય.
જિનમંદિરમાં કે તેની બહાર ક્યાંય પણ પરમાત્માને ભક્તિના ઉદ્દેશથી નિમિત્ત બનાવીને જે ભેટ કે પ્રતિષ્ઠા, અંજનશાલાકા, કેસરાદિ પૂજા, આરતિ, રથયાત્રાના વરઘોડામાં રથને લગતા તથા સ્વપ્નોની ઉછામણી, ઉપધાનની માળ, સંઘમાળ વગેરેની ઉછામણી વગેરેનો જે ચડાવો થાય તે બધું દેવદ્રવ્ય કહેવાય. આ રકમનો ઉપયોગ (૧) જિનમંદિરોના જીર્ણોદ્વારમાં તથા નૂતન