________________
ધાર્મિક વહીવટ વિચાર દઈને (આ પુસ્તકમાં તે વિષય મૂકવામાં આવેલ છે.) તે જ પ્રમાણે ટ્રસ્ટીઓ વહીવટ કરી શકે. તેની વિરુદ્ધ જઈને સર્વાનુમતિ કે જંગી બહુમતીથી કોઈ નિર્ણય લઈ ન શકે તેવો સ્પષ્ટ આદેશ મૂકવો જોઈએ. (૩) ટ્રસ્ટી બનવા માટે ચૂંટણીપ્રથા દાખલ નહિ કરતાં પૂર્વોક્ત બેમાંની એક રીત નિશ્ચિત કરવી જોઈએ.
- ટ્રસ્ટીઓની સંખ્યા જે શાસ્ત્રીય નીતિનિયમોના જાણકાર હોય અને સખ્ત કામ કરવા તૈયાર હોય તેમને જ ટ્રસ્ટી તરીકે લેવા જોઈએ. શ્રીમંતાઈ, સત્તા કે દાનમાં આપેલી મોટી રકમ એ કાંઈ ટ્રસ્ટી બનવા માટેની લાયકાત નથી.
ટ્રસ્ટીઓ બને તેટલા ઓછા લેવા જોઈએ. ઘણા ટ્રસ્ટીઓ ઘણું બગાડતા હોય છે. ઘણી ખોટી માથાકૂટો કરતા હોય છે.
- ટ્રસ્ટી બનાવવાની સંખ્યાની જોગવાઈ ભલે એકવીસ સુધીની રાખવી પરનું ટ્રસ્ટી તો ૩, ૫ કે ૭ જ રાખવા. તે પછી અત્યુત્તમ માણસ મળે તો જ તેમને ઉમેરવા.
એકી રકમના ટ્રસ્ટીગણ, ‘ટાઈ” (સરખા વોટ) પડે તો પ્રમુખનો કાસ્ટિંગ વૉટ, કોરમ વગેરે બાબતો જાણકાર પાસેથી સમજી લેવી.
દરેક ટ્રસ્ટમાં અનુશાસન કરનારા આચાર્યને સલાહકાર તરીકે મૂકવા જોઈએ. આથી ક્યારે પણ શાસ્ત્રવિરુદ્ધ થતા કામને તે અટકાવી શકે. તે આચાર્યશ્રી “આમ કરો” એવું ભલે ન પણ કહે પરન્તુ આમ ન કરાય, આ શાસ્ત્રવિરુદ્ધ છે” એમ તો જરૂર સૂચવે. એવા સૂચન ઉપર ટ્રસ્ટીગણે ગંભીરપણે ધ્યાન આપવું જોઈએ.