________________
ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા
લવાદને થવા સંભવ ખરો. આથી સંતો, મુનિ, મહાત્માઓ પોતાની લવાદી ન રાખે એ જ વધુ યોગ્ય લાગે છે. છેવટે તો બધું ભવિતવ્યતા મુજબ બનવાનું છે એ વાત કોઈ ન ભૂલે.
જો કે દેખીતી રીતે ટ્રસ્ટના માલિકની જેમ ટ્રસ્ટીઓ વર્તતા હોય છે. પરન્તુ ખરો માલિક તો ચેરિટી કમિશ્નર જ બની બેઠો છે. કેમ કે ઘણી બાબતોમાં તેની રજા લેવી પડે છે. જ્યારે ખરેખર તો ટ્રસ્ટના વહીવટની બાબતમાં ગીતાર્થ એવા જૈનાચાર્યને જ પૂછવું જોઈએ. તેઓ શાસ્ત્રનીતિને નજરમાં રાખીને જ જવાબ આપવાના.
જૈનાચાર્ય સાથે સંબંધ થાય એટલે તીર્થંકરદેવ સાથે સંબંધ થાય અને ચેરિટી કમિશ્નર સાથે સંબંધ થાય એટલે વેટિકન કન્ટ્રીના ઈસાઈ ધર્મગુરુ પોપ સાથે સંબંધ થાય.
ચેરિટી કમિશ્નરના ખાતાના કાયદાઓ દેશી-વિદેશી ગોરાઓએ
થડેલા છે. ગોરાઓના ધર્મગ પોપ છે.ને અનાચાય ઉપક્ષિત થયા છે
છે વ્યવસ્થિત રીતે તેમની સત્તાઓ કાપી નાંખવામાં આવી છે. જૈનધર્મના અનુયાયીઓનું આ મોટું અધઃપતન છે કે તેમનો સંબંધ તારક તીર્થંકરદેવને બદલે પોપ સાથે ગોઠવાયેલો છે. ટ્રસ્ટીઓ ટ્રસ્ટની સંપત્તિના પોતે માલિક હોય તે રીતે વહીવટ કરતા હોય છે. તેઓને તે સંપત્તિ ઉપર એવી કારમી મમતા થાય છે કે યોગ્ય સ્થળે તે રકમો આપી શકતા નથી. રકમની જમાવટના ઘણાં બધાં ઐહિક અને પારલૌકિક નુકસાનો સ્પષ્ટ હોવા છતાં પોતાના ઘરની સંપત્તિની જેટલી જ મૂર્છા ટ્રસ્ટની સંપત્તિ ઉપર તેઓ રાખતા હોય છે. બેંકોમાં જમા થતી રકમ અતિ ઘોર હિંસામાં વપરાતી જાણવા છતાં એ ટ્રસ્ટીઓ તેનો મોહ ઉતારી શકતા નથી. એક દિવસ એવો આવી લાગશે જ્યારે તે બધી સંપત્તિ ભારત સરકાર કાયદાની એક જ કલમે આંચકી લેશે. તેનાં ‘બોન્ડ’ આપીને બધું પચાવી પાડો. એવા વખતે એ ટ્રસ્ટીઓ કેટલા બધા પાપના ભાગી બનશે ?
જો કોઈ માણસ ધાર્મિક ટ્રસ્ટનું બંધારણ ઘડવા માંગતો હોય તો તેણે ત્રણ વાતો ઉપર સૌથી વિશેષ ખ્યાલ રાખવો. (૧) તે બંધારણ શાસ્ત્રનીતિથી અબાધિત હોવું જોઈએ. (આ માટે ગીતાર્થ ગુરુનું માર્ગદર્શન લેવું. (૨) તેમાં ચૌદ ક્ષેત્રોના વહીવટની નીતિ-રીતિ સ્પષ્ટ રીતે મૂકી
૧૧