________________
૧૦
ધાર્મિક વહીવટ વિચાર | માટે ટ્રસ્ટીમંડળની પહેલી પસંદગી ખૂબ જ વિચારપૂર્વકની ટ્રસ્ટના પ્રણેતાએ કરવી જોઈએ. આવાઓને દૂર કરવા માટે જ પાંચ વર્ષ પૂરાં થતાં બે બે ટ્રસ્ટીઓની ફરજિયાત નિવૃત્તિની કલમ ટ્રસ્ટ-ડીડમાં રાખવી જોઈએ. ટ્રસ્ટી કોણ બની શકે ? તે વાત પૂર્વે જણાવી છે એટલે અહીં પુનરાવર્તન કરવું પણ ઇષ્ટ નથી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં પસંદગી જેટલી જ ગંભીર બાબત ટ્રસ્ટના ઉદ્દેશો નક્કી કરવાની છે. કેમ કે ઉદ્દેશો નક્કી થયા પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી.
ટ્રસ્ટના બંધારણની કલમો ભારત સરકારના ટ્રસ્ટી અંગેના બંધારણથી જો વિરુદ્ધ જતી હોય તો તેને ચેરિટી કમિશ્નર વગેરે ભવિષ્યમાં ઝઘડો થાય ત્યારે ચુકાદો આપતી વખતે ટ્રસ્ટના બંધારણની કલમોને માન્ય રાખતા નથી.
દા.ત. ભારતીય બંધારણમાં ટ્રસ્ટોનો કોઈ પણ નિર્ણય ટ્રસ્ટીઓની બહુમતીથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
હવે કોઈ ટ્રસ્ટીમંડળ જૈનશાસ્ત્રોની વિરુદ્ધ નિર્ણય જંગી બહુમતીથી લે - જ્ઞાનખાતાની રકમ સ્કૂલમાં આપવાનો નિર્ણય લેવાય- તો શું કરવું? આ વખતે કોઈ વ્યક્તિનો-મુનિરાજ કે સદ્દગૃહસ્થનો વીટો પાવર (લવાદીનામું) ટ્રસ્ટ ડીડમાં સામેલ કરવામાં આવ્યો હોય અને તેથી તે વ્યક્તિ પોતાનો મત તે નિર્ણયની વિરુદ્ધમાં આપે તો ચેરિટી કમિશ્નર તેવા લવાદને માન્ય રાખવા બંધાયા નથી. તે તો બહુમતીના જ નિર્ણયને માન્ય રાખે. આમ લવાદીનામું નિરર્થક બની જાય. અથવા ભારતીય બંધારણમાં ધાર્મિક સ્વાતંત્ર્યની (પચ્ચીસમી) જે કલમ છે તેની રૂએ દરેક ધર્મને તેના શાસ્ત્ર મુજબ વર્તવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ મુદ્દાની રૂએ ‘દ્રવ્યસપ્તતિકા' વગેરે જૈન શાસ્ત્રવિરુદ્ધ જતો બહુમતીનો કોઈ પણ નિર્ણય દા.ત. જ્ઞાનખાતાની રકમનું સ્કૂલમાં દાન કરવાનો નિર્ણય-જરૂર પડકારી શકાય. બાકી ‘લવાદ' વગેરે બાબતો ટ્રસ્ટીમંડળ-આખુંય સીધા રસ્તે ચાલતું હોય તો જ ઉપયોગી થઈ પડે. એકાદ પણ ટ્રસ્ટી આડો પડે તો તે લવાદની સત્તા નિરર્થક બની જાય.
આથી મુનિ-મહાત્માઓએ ‘લવાદ' તરીકે પોતાનું નામ કોઈ પણ ટ્રસ્ટમાં મુકાવવામાં સંમતિ આપવી તે હિતાવહ જણાતું નથી. વળી જો એ જ મહાત્માનો શિષ્ય ઉત્તરાધિકારી એમની ગેરહાજરીમાં લવાદ બને તો તો કદાચ તેનું જીવન બરોબર ન હોય તો ઘણું અહિત તે નવા