________________
ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા પડશે એટલું જ, બાકી પૈસા તો પાંજરાપોળોને પણ મળી જ રહેવાના છે.
તમામ જીવોની દયા થઈ શકે અને કરમુક્તિનો ય લાભ મળે એમ બે હાથમાં લાડવો રાખવા માટે કેટલાક લોકો ‘ગૌશાળા અને પાંજરાપોળ” એ નામવાળું ટ્રસ્ટ પણ બનાવતા હોય છે. અસ્તુ.
કોઈ પણ ટ્રસ્ટના બંધારણમાં ટ્રસ્ટીમંડળની નિમણૂંકમાં ચૂંટણીપ્રથા દાખલ કરવી નહિ. મદ્રાસ હાઈકોર્ટના કેટલાંક વર્ષો પહેલાં એક ચુકાદો બહાર પડ્યો છે જેમાં જણાવ્યું છે કે ધાર્મિક કે સખાવતી ટ્રસ્ટોમાં ચૂંટણી પ્રથા દાખલ કરવી નહિ. કેમ કે ચૂંટણીતંત્ર ઘણા બધા ઝઘડાઓનું મૂળ છે. ધર્મસ્થાનોમાં ઝઘડાનો પ્રવેશ થવા દેવો ન જોઈએ.”
પ્રથાથી ટ્રસ્ટીઓ ચે ગય તેને બદલે જ્યારે પહેલું ટ્રસ્ટ-ડીડ બને ત્યારે જ તેમાં કાયમી ટ્રસ્ટીઓ તરીકે નામો મૂકી દેવા જોઈએ. હવે જો કોઈ ટ્રસ્ટી મૃત્યુ પામે કે રાજીનામું આપે તો બાકીના ટ્રસ્ટીઓ તેની જગાએ નવો ટ્રસ્ટી બને, તો સર્વાનુમતિથી, નહિ તો છેવટે ૨/ ૩ ટ્રસ્ટીઓની બહુમતીથી નીમી દે.
પરન્તુ આમાં એક જોખમ તો છે જ. શરૂમાં “સારા” માનીને લીધેલા કાયમી ટ્રસ્ટીઓમાં જો કોઈ વિચિત્ર સ્વભાવનો-ખટપટી વગેરે માનસવાળો માણસ નીકળ્યો તો તે ખૂબ ભારે પડી જાય. સદા પરેશાન કરતા માણસ સાથે કામ કરવું બધાને મુશ્કેલ બની જાય.
આ કારણથી કાયમી ટ્રસ્ટીઓની પદ્ધતિના ટ્રસ્ટના બંધારણમાં દાખલ ન કરતાં પાંચ વર્ષ પૂરાં થયા બાદ ટ્રસ્ટીમંડળના કોઈ પણ બે ટ્રસ્ટી વારાફરતી વર્ષો વર્ષ રાજીનામું આપે તેવું બંધારણમાં લખવું જોઈએ. હા, જે ખૂબ સારી રીતે વહીવટ કરતા હોય તેવા ટ્રસ્ટીઓની પુનઃ સેવા લેવાની જરૂર લાગે - તેમની નિવૃત્તિ ટ્રસ્ટના હિતમાં ન જણાતી હોયતો તેમનું રાજીનામું સ્વીકારીને તરત જ તે જ બેને ફરીથી ટ્રસ્ટી લઈ શકવાની (એકવાર કે બે વાર તેથી વધુ નહિ) જોગવાઈ કરવી જોઈએ.
સારા ટ્રસ્ટીઓની ગમે તેટલી બહુમતી હોય પણ જો એકાદ ટ્રસ્ટી વક્ર કે જડ આવી ગયો હોય તો બહુમતીને પણ તે ખૂબ પરેશાન કરી શકે, કશું કામ થવા ન દે. વારંવાર ચેરિટી કમિશ્નરને ખોટી ખોટી ફરિયાદો કરતો રહે. આમ થતાં તમામ સારા માણસોએ કંટાળીને રાજીનામું દેવાની ફરજ પડે.