________________
ધાર્મિક વહીવટ વિચાર
જીવન સુંદર બની જાય તે રીતે બધો ભોગ આપવાને પણ તે તૈયાર
હોય.
८
(૫) ટ્રસ્ટ અને ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટ બે પ્રકારનાં હોય છે. રીલિજિઅસ અને ચેરિટેબલ : એટલે કે ધાર્મિક અને સખાવતી. અમુક ખાસ ધર્મ અંગેના ટ્રસ્ટને ધાર્મિક ટ્રસ્ટ કહેવાય છે. જ્યારે માનવતાનાં કહેવાતાં કાર્યો આધારિત સાર્વજનિક ટ્રસ્ટોને સખાવતી ટ્રસ્ટ કહેવાય છે.
સાંભળવા મુજબ નાની પણ વાર્ષિક આવક જેની હોય તે સંસ્થાએ ફરજિયાત ટ્રસ્ટ બનાવવું પડે. તેની ચેરિટી કમિશ્નરની ઓફિસમાં નોંધણી કરાવીને ટ્રસ્ટ રજિસ્ટર નંબર લેવો ડે.
૮૦ જી
ટ્રસ્ટનું બંધારણ-ઉદેશો વગેરે યુક્ત-ઘડવું પડે. જો આ ટ્રસ્ટ ધાર્મિક હોય તો તેના દાતાઓને ઇન્કમટેક્ષમાં એકઝમ્પશન (કરમુક્તિ) આપતી કલમનો લાભ ન મળે. સખાવતી ટ્રસ્ટના દાતાઓને આ લાભ મળી શકે. આથી જ ૮૦ જી નો લાભ લેવા માટે ટ્રસ્ટને સખાવતી-સાર્વજનિક બનાવવા માટે ટ્રસ્ટીમંડળ પ્રથમ પસંદગી કરતું હોય છે. પણ આ લાભની સામે મોટામાં મોટો ગેરલાભ એ છે કે એ ટ્રસ્ટ ‘સર્વ માટે’ ખુલ્લું રાખવું પડે છે. એમાં બધા પ્રકારના લોકોનો હક્ક ઊભો થાય છે. આથી જ જે દેરાસર વગેરે અંગેનાં ધાર્મિક ટ્રસ્ટો હોય તેને ‘સખાવતી ટ્રસ્ટ’ બનાવવા માટે લલચાવું જોઈએ નહિ. ભલે તેના દાતાને ૮૦ જી ની કલમનો કરમુક્તિનો લાભ ન મળે. હાલમાં આ કલમનો લાભ મળે તે હેતુથી પાંજરાપોળોને બદલે ગૌશાળાઓ ઊભી કરવાનું જીવદયાપ્રેમીઓ વધુ પસંદ કરે છે. ગૌશાળા એટલે ગાયના દૂધનો વેપાર-કરતી તે રીતે નફો કરતી સંસ્થા. આ સંસ્થામાં ભૂંડ, હરણ, બકરાં વગેરેની જીવદયાને અવકાશ રહેતો નથી. સરકારની કરમુક્તિ કલમની લાલચમાં જીવદયા પ્રેમીઓ ભૂંડ વગેરેની પશુઓની દયાની બાબતમાં નિષ્ઠુર બને છે. આ વાત બિલકુલ બરોબર નથી. જેઓ સર્વજીવોની દયાની હિમાયતી છે તેમણે તો તે અંગેની પાંજરાપોળ જ કરવી જોઈએ, પછી ભલે તેના દાતાઓને ૮૦ જી કલમનો કરમુક્તિનો લાભ ન મળે, અને તેથી દાન વધુ ન મળે. આ સ્થિતિમાં દાતાઓ પાસે વધું ફરવું