________________
ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા માણસે સખત વિરોધ કરવો કે વૉકઆઉટ કરવો જેથી તેને અનુમોદનનું પાપ લાગી શકે નહિ. ' (૧૯) પોતાના જન્મદિવસે ટ્રસ્ટીએ સાધર્મિક ભક્તિ કરવી જોઈએ, સાધારણ ખાતામાં સારી રકમ લખાવવી જોઈએ અને પાઠશાળાને બળ મળે તેવાં દાન આપવાં જોઈએ. એટલું જ નહિ પણ ગામના આગેવાનોના અને સંઘના મેમ્બરોના જન્મદિવસોની એક ડાયરી બનાવી લેવી જોઈએ અને જેનો જ્યારે જન્મદિવસ આવતો હોય ત્યારે તેના ઘેર પહોંચી જઈને અથવા તો લગ્નપ્રસંગે તે તે વ્યક્તિઓના ઘેર પહોંચી જઈને શરમ લાવ્યા વિના પોતાની સંસ્થામાં રકમ આપવા માટે વિનંતી કરતો હાથ લંબાવવો જોઈએ. જો આમ થશે તો ઘણી મોટી રકમ સાધારણ વગેરે ખાતાઓને મળી જશે, પાઠશાળાઓને પુષ્કળ ઉત્તેજન મળશે અને પાંજરાપોળોને પુષ્કળ બળ મળશે અને તેથી દેવદ્રવ્યનું ભક્ષણ નહિ થાય કે હવાલાઓ પાડવાની વૃત્તિ નહિ જાગે.
(૨૦) ટ્રસ્ટી પ્રાથમિક કક્ષાના જૈન તત્વજ્ઞાનના જાણકાર પણ જોઈએ. કમસે કમ તે બે પ્રતિક્રમણ સૂત્ર અને તેના અર્થોનો જાણકાર હોવો જોઈએ. યથાશક્ય બે સમયનું પ્રતિક્રમણ તે બધાની સાથે કરતો હોવો જોઈએ.
(૨૧) ટ્રસ્ટીએ હંમેશા પરમાત્માએ સ્થાપેલા જૈનસંઘને જ પ્રધાનતા આપવી જોઈએ. પરંતુ શાસ્ત્રાજ્ઞાઓથી વિરુદ્ધ રીતે વિચારતાં અને વર્તતાં, ચોમાસામાં અળસિયાં ફૂટી નીકળે છે, તેમ ફૂટી નીકળેલાં મંડળોને પ્રધાનતા જલ્દી જલ્દી આપવી ન જોઈએ. આ મંડળો જૈનસંઘનું પારાવાર અહિત કરતાં જોવા મળે છે.
(૨૨) ટ્રસ્ટી મર્દનો બચ્ચો હોવો જોઈએ. પોતના સંઘ કે ધાર્મિક ટ્રસ્ટ ઉપર આવતા કોઈ પણ આક્રમણ સામે તે નમતું જોખી દેવાની તે કદાપિ વાત કરે નહિ. કપર્દમંત્રી, રામલો બારોટ, બહાદુરસિંહજી, લાલભાઈ શેઠ, શાંતિદાસ શેઠ; ખુશાલચંદ શેઠ, વખતચંદ શેઠ જેવો તે મર્દ હોય અને તેમનામાંથી અનેક પ્રેરણા પામતો હોય.
(૨૩) સુસાધુઓનું તે હંમેશાં બહુમાન કરતો હોય અને ઝીણવટથી તપાસ કરતાં જેમનામાં અક્ષમ્ય શિથિલતા જોવા મળતી હોય તેમની તે ઉપેક્ષા કરતો હોય, વિનયપૂર્વક એકાંતમાં ગંભીરપણે તેવા સાધુઓને શિખામણ પણ દેતો હોય અને તેમની મા બનીને પણ શક્ય તેટલું તેમનું