________________
ધાર્મિક વહીવટ વિચાર જ્યાં પેસે છે ત્યાં સર્વનાશ બોલાવે છેએ વાત ટ્રસ્ટીના મગજ ઉપર જડબેસલાક બેસી ગયેલી હોવી જોઈએ.
(૧૫) આવકની રકમોનો જેમ બને તેમ શાસ્ત્રીય નીતિથી જલ્દી નિકાલ કરી દેવો જોઈએ. ખાસ કરીને તો તેણે દેવદ્રવ્યની રકમ જીર્ણોદ્ધાર આદિમાં મોકલાવી દેવી જોઈએ અને જીવદયાની રકમો પણ તે તે સ્થળોમાં મોકલી આપવી જોઈએ. કેવદ્રવ્યની રકમ એ કામધેનુ ગાય જેવી છે. એટલે તેની નવી આવક ચાલુ જ રહેવાની છે. તે વળી જીવદયા જેવી રકમ રાખી મૂકવામાં આવે તો તેટલી રકમ જેટલા જીવોને અંતરાય કર્યાનું પાપ બંધાઈ જાય છે.
(૧૬) ટ્રસ્ટીને જો કોઈ વખત દેરાસર કે ઉપાશ્રય આદિ નિર્માણ કરવાનો પ્રસંગ બને તો તેના અંગેની ટીપ તેણે શક્ય તેટલી સાધારણ ખાતાની જ કરવી જોઈએ. તેથી કોઈક કારણે તે ટીપમાં વધારો પણ થઈ જાય તો તે રકમ દેરાસરના કે ઉપાશ્રયના નિભાવફંડ તરીકે પણ લઈ શકાય. આવી પહેલીથી જ જાણકારી આપવી જોઈએ.
(૧૭) ટ્રસ્ટીએ તે રીતે જ વર્તવું જોઈએ કે જેથી પરમાત્મા મહાવીરદેવે સ્થાપેલું શાસન મજબૂત થાય અને નહિ કે પોતાનો કોઈપણ પક્ષ કે
ને કે પોતાનાં સગાં-વહાલાંઓ. ખાસ કરીને નવી પેઢીને બચાવી લેવા માટે તેણે આ પ્રયત્ન કરવો જોઈએ.
(૧૮) ટ્રસ્ટીના હૈયામાં ધર્મશાસન જડબેસલાક રીતે બેસી ગયેલું હોવું જોઈએ. આવો ટ્રસ્ટી જો તેને તક મળે તો તેણે રાજકારણમાં પણ ઊભા રહેવું જોઈએ. કેમ કે હવે એવો સમય આવી રહ્યો છે કે ધર્મરક્ષા કરવા માટે રાજ્યસ્તરમાં પોતાના માણસો સિવાય કોઈ દાદ આપનારું નથી. ખરેખર તો બહુમત-આધારિત ચૂંટણીલક્ષી લોકશાહી પોતે જ ખતરનાક છે. પણ હાલમાં તો કાંટાથી કાંટો કાઢવાનો ન્યાય લગાડ્યા વિના રસ્તો જણાતો નથી. હૈયામાં ઠસોઠસ જિનશાસનને રાખનારા આત્માઓ ચૂંટણીમાં જીતીને સંસદમાં, રાજ્યસભામાં, વિધાનસભામાં કે મ્યુનિસિપાલિટી કે ગ્રામ પંચાયતમાં ઊભા રહેશે તો પાંચ પંદર ધર્મનાં સારાં કામો જરૂર તે કરી શકશે. ભલે તે એકલા હોય પરંતુ તેનો અવાજ જ્યારે અને કોના કાન સુધી પહોંચશે, ત્યારે અનેકો તેની સાથે થઈ જશે. હા, તે રાજકીય સંસ્થાઓ કતલખાનાં આદિની કોઈ પાપી યોજના બનાવે ત્યારે તે ચૂંટાયેલા ધર્મ