________________
ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા તિથિ એવી ૩૬૦ તિથિઓ ઘેર ઘેર ફરીને પણ ભેગી કરી લેવી જોઈએ. તેનું બોર્ડ યોગ્ય સ્થાને લગાવી દેવું જોઈએ અને દર વર્ષે તે દાતાઓને તેમનું દાન ફરી આપવાની વિનંતી કરવી જોઈએ. પ્રાય: તો કોઈપણ દાતા ના નહીં જ પાડે અને છતાં કોઈ દાતા ના પાડે તો તેની જગ્યાએ બીજા દાતાને શોધી કાઢીને તે બોર્ડ ઉપર માત્ર જૂના દાતાનું નામ કાઢી નાખીને તે નવા દાતાનું નામ લખાવી દેવું જોઈએ. આમ કાયમી ફંડ કરવા કરતાં-એક એક વર્ષની યોજના કરવી તે વધુ હિતકર લાગે છે. જ્યાં ઘણાં ઘણાં ફંડો હોય છે ત્યાંડો થતાં પણ વાર લાગતી નથી.
(૧૦) ટ્રસ્ટી અત્યંત પાપભીરુ હોવો જોઈએ. પોતાના વહીવટ દરમ્યાન એકાદ નવો પૈસો પણ આઘો-પાછો થઈ જાય તેની તેને ખૂબ ચિંતા હોવી જોઈએ અને તેવી કોઈ અજાણતાં પણ થયેલી ભૂલ બદલ દર વર્ષે તે તે ખાતામાં અમુક રકમ આપી દેવી જોઈએ.
(૧૧) નોકરો, પૂજારીઓ, મુનીમ વગેરે સ્ટાફ પ્રત્યે ટૂસ્ટી માયાળુ હોવો જોઈએ અને તેમના કામની કદર કરી શકે તેટલો ઉદાર પણ હોવો જોઈએ. સખત કામ લેવાની, પગાર નહિ આપવાની જે ચૂસણ પદ્ધતિ કેટલાક ઠેકાણે ધર્મસ્થાનોમાં પેઠી છે તે અત્યંત ધિક્કારને પાત્ર છે.
(૧૨) ભવિતવ્યતાના યોગે ક્યારેક પણ સંઘમાં ક્લેશ તો થવાનો જ. એટલે પહેલેથી ટ્રસ્ટીઓએ સર્વાનુમતે કોઈ સુગને આવા ક્લેશના માત્ર નિવારણ માટે લવાદ તરીકે લેખિત ઠરાવ કરી રાખ્ખી લેવા જોઈએ. જેથી વાંરવાર કોર્ટ જવાનાં લફરાં ઊભાં ન થાય.
ના. કોઈ પણ મહાત્માનું લવાદીનામું ટ્રસ્ટમાં તો ન જ કરવું જોઈએ.
(૧૩) ટ્રસ્ટીએ પોતાના ક્ષેત્રમાં સંયમી સાધુ આવે તે માટે ખૂબ જ સજાગ અને સક્રિય રહેવું જોઈએ.
| (૧૪) ઉપર જણાવેલા ‘દ્રવ્ય સપ્તતિકા’ ‘શ્રાદ્ધવિધિ,’ ‘ધર્મસંગ્રહ વગેરે ગ્રંથના આધારે તેણે પોતાના ટ્રસ્ટનું સંપૂર્ણપણે શાસ્ત્રીય નીતિનું બંધારણ ઘડવું જોઈએ. તે બંધારણ બહુમત આધારિત ન બને તેની મહેનત કરવી જોઈએ. સરકારી કાયદાથી કદાચ ચૂંટણીનું તત્ત્વ લાવવું પડે તો પણ તે ઇલેક્શન દેખાવ પૂરતું રહે અને ખરેખર તો સારા વહીવટદારોનું સિલેક્શન જ થઈ જાય તેમ કરવા માટે તેના સારા વિચારો સંઘની સમક્ષ મૂકવા જોઈએ અને તે રીતે તેનો અમલ કરાવવો જોઈએ. ‘બહુમતવાદ