________________
ધાર્મિક વહીવટ વિચાર
બે સમયના પ્રતિક્રમણથી માંડીને અનેક અનુષ્ઠાનોથી ભરપૂર હોવું જોઈએ. કદાચ તે પણ બની ન શકે તો નવકારશીનું પચ્ચખાણ, રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ, સેક્સી વગેરે સિનેમા-ટી.વી.નો ત્યાગ અને જિનપૂજાઆ પાંચ નિયમ તો તેણે કરવા જ જોઈએ. જો ટ્રસ્ટી જિનપૂજા પણ નહિ કરતો હોય તો દેરાસરમાં ચાલતી આશાતનાઓ કે અગવડતાઓનો ખ્યાલ કોણ કરશે ?
(૬) ટ્રસ્ટી યથાશક્ય જિનવાણીનું શ્રવણ અને ગુરુવંદન અચૂક કરતો હોય.
(૭) ટ્રસ્ટીએ રોજ ઓછામાં ઓછો એક કલાક પેઢી ઊપર આવીને બેસવું જોઈએ. બધા ચોપડા ધ્યાનપૂર્વક જોવા જોઈએ અને બધું મુનીમના ભરોસે મૂકી દેવું જોઈએ નહિ.
(૮) ટ્રસ્ટી થતાં પહેલાં તેણે પોતાના ગુરુ પાસે ભવ-આલોચના કરી લેવી સારી. તેનું પ્રાયશ્ચિત્ત વહન કરવું જોઈએ અને તે પછીનું તેનું જીવન અત્યંત સદાચારી સન તરીકેનું હોવું જોઈએ. ખાસ કરીને ભોજન અને બ્રહ્મચર્ય સંબંધમાં તેની સામે કોઈ પણ આંગળી ન કરે તેવી સ્થિતિ તેણે હાંસલ કરવી જોઈએ. દારૂ, માંસ, વ્યભિચાર , જુગાર અને હિંસક ધંધાઓનો તે ત્યાગી હોય જ. એમાં કશું કહેવાની જરૂર ન હોવી જોઈએ.
(૯) શાસ્ત્રનીતિનો વહીવટ ચલાવવા માટે તે અંગેનું સંપૂર્ણ ધ્યાન આપતું તેણે ‘દ્રવ્યસતતિકા” નામનું શાસ્ત્ર મનનપૂર્વક વાંચી લેવું જોઈએ અને તેના પાયા ઉપર જ સાતક્ષેત્ર અને અનુકંપા વગેરેની વ્યવસ્થા કરી લેવી જોઈએ. વહીવટમાં દેવદ્રવ્યની રકમમાં દસ આની દેવદ્રવ્યમાં અને છ આની સાધારણમાં અથવા તો એ રકમ ઉપર સાધારણને ફાળવવા માટે સરચાર્જ કદી પણ ન હોવો જોઈ. જો તેના વહીવટના સાધારણ ખાતામાં આવક ન હોય તો (૧) કેસર-સુખડ-વગેરે અને પૂજારીઓના પગાર વગેરે બાબતોની વર્ષમાં એકવાર ભાદરવા સુદ એકમ જેવા દિવસે ઉછામણીઓ બોલાવી દઈને આવક ઊભી કરી દેવી જોઈએ અને તેનું દાતાઓના નામ સાથે બોર્ડ બાર મહિના સુધી દેરાસરની બહાર રાખવાની જાહેરાત કરવી જોઈએ. (૨) અથવા તો ધારો કે સાધારણ ખાતામાં દર વર્ષે રૂ. ૩,૬00 નો ખર્ચ છે તો તે ભેગા કરવા માટે સો રૂ. ની એક