________________
ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા
તેમના વિચારો કેવા પ્રકારના હોવા જોઈએ તેના કેટલા મુદાઓ અહીં રજૂ કરું છું. આજે આ મુદ્દાઓમાંથી ઘણા ખરા મુદ્દાઓની આજે ટ્રસ્ટી થયેલાઓમાં ગેરહાજરી જોઈને મને પારાવાર દુઃખ થાય છે.
(૧) ટ્રસ્ટી જમાનાવાદી ન જ હોવો જોઈએ બલ્ક તે ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓને સંપૂર્ણપણે વફાદાર હોવાં જોઈએ. કમસે કમ પોતે જે ધર્મસ્થાનનો ટ્રસ્ટી હોય તે ધર્મસ્થાનમાં અને તે ધર્મસ્થાનમાં કરાતી ધર્મક્રિયાઓની અંદર જમાનાવાદની કોઈ પણ પ્રવૃત્તિને તેણે હરગીજ પ્રવેશ આપવો ન જોઈએ. જેમકે સ્વામીવાત્સલ્યના ભોજનમાં રાત્રિભોજન ન થવું જોઈએ, બરફ નું નંખાવવો જોઈએ, દ્વિદળનું સેવન ન થવું જોઈએ અને એઠું ન મુકાવું જોઈએ. ટ્રસ્ટીનું ચાલે તો તે ધર્મસ્થાનના મેમ્બરોને નવરાત્રિના ગરબા, જન્માષ્ટમીના જુગાર, તીર્થસ્થાનોમાં થતી આશાતનાઓ, અભક્ષ્ય અને અપેય પદાર્થોનાં સેવનો અને સિનેમાની વિલક્ષણ તર્જ ઉપર ગવાતાં ધાર્મિક ગીતો ન ચલાવવા માટે હૃદયસ્પર્શી પ્રેરણાઓ કરવી જોઈએ અને પોતે પણ તેનો અમલ કરવો જોઈએ.
(૨) પોતે જે ટ્રસ્ટના ટ્રસ્ટી છે તે ટ્રસ્ટનું જે બેંકમાં ખાતું છે તે બેંકમાં પોતાનું ધંધાકીય ખાતું ખોલાવવું ન જોઈએ. જો તેમ થાય તો તે બેંકમાં જમા થયેલી ધર્માદા રકમો ઉપર તેને બેંકના મેનેજર ક્રેડિટ (Credit) રકમ ધંધામાં રોકવા આપે જેથી આડકતરી રીતે તેને ઘણો બધો દોષ લાગે.
(૩) જે કોઈ ઉછામણીઓ બોલાય તેની રકમ તત્કાળ ભરી દેવી જોઈએ અને ભાદરવા વદ પાંચમ કે દિવાળી જેવો કોઈ ટૂંકી મુદતનો દિવસ સંઘે નક્કી કરવો જોઈએ કે જે પૂર્વે બીજાઓનાં તમામ ખાતાઓની રકમ ભરપાઈ થઈ જાય અને તેમ કરવા માટે તે ટ્રસ્ટી જાતે દાતાઓના ઘેર પણ જઈને તે રકમ ભરી દેવાની અવારનવાર વિનંતીઓ કરતો હોય.
| (૪) ટ્રસ્ટીના માથે કમસે કમ એક સુસાધુ પણ ગુરુ તરીકે સ્વીકારેલા હોવા જ જોઈએ, જેમનું માર્ગદર્શન મળવાથી પોતે વહીવટની બાબતમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન કરી બેસે.
(૫) ટ્રસ્ટી બાર વ્રતધારી શ્રાવક હોવો જોઈએ. કમસે કમ એકાદ વ્રત તો તેણે ધારણ કરવું જોઈએ. તેમ ન થઈ શકે તો તેનું જીવન