________________
ધાર્મિક વહીવટ વિચાર
કરે છે તેનો ભક્ષક બને તેને તો દીર્ઘકાળ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વપ્નવતું બની રહે છે. કદાચ એનું ભવભ્રમણ અનંત બની જાય છે.
કહ્યું છે કે, ધર્મદ્રવ્યના કોઈ પણ ખાતાનો ગેરવહીવટ કરનાર આત્મા દારિદ્રા પામે, રોગિષ્ટ બને, અપયશનો ભાગી બને, તેના કુળનો નાશ થઈ જાય,
ધર્મદ્રવ્યના રક્ષણ-ભક્ષણાના આ ગુણદોષો જાણીને વહીવટદારે ખૂબ સાવચેતીથી વહીવટ કરવો જોઈએ.
ધર્મસ્થાનોમાં ટ્રસ્ટી કોણ બની શકે ? શાસ્ત્રકાર પરમર્પિઓ ફરમાવે છે કે એક દેરાસર બાંધવામાં દાનવીરો જેટલું પુણ્ય પામે તેના કરતાં અનેકગણું પુણ્ય તે દેરાસરના બાંધકામમાં અને વહીવટમાં મદદ કરનારા આત્મા બાંધે છે. આ ઉપરથી સમજાશે કે ધર્મસંસ્થાઓના શાસ્ત્રીય નીતિના પ્રામાણિક વહીવટને કેટલું બધું ઊચું મૂલ્ય શાસ્ત્રકાર પરમર્ષિઓએ આપ્યું છે. વી.
ખરેખર તો પૂજારીઓની જરૂર જ ન હતી. કેમકે શ્રાવકો અને શ્રાવિકાઓ દેરાસરમાં સવારના પહોરમાં જ કાજો લેવાથી માંડીને તમામ પ્રવૃત્તિઓ કરી લેતાં હતાં. ભગવાનની પૂજારી ખરેખર તો શ્રાવક-શ્રાવિકા જ હોય. પરમાત્માની પૂજા કાંઈ પગારદાર નોકરો દ્વારા થોડી સુંદર થઈ શકતી હશે ? એ રીતે પગારદાર મુનીમોની પૂર્વે જરૂર હતી નહિ. જેનાં સંતાનો દુકાન વગેરે ચલાવતાં થઈ ગયાં હોય, તે વડીલો નિવૃત્તિ લઈને ધર્મસ્થાનોના ચોપડા લખવાની કે બીજી કોઈ કામગીરી કરવાની ઓનરરી સેવા આપતા જ હતા. જો આજે પણ નિવૃત્ત ગૃહસ્થો એક એક સસ્થા સંભાળી લે તો મુનીમોની બિલકુલ જરૂર પડે નહિ. પરતું એ અત્યંત કડવું સત્ય છે કે ગૃહસ્થોને ધર્મમાંથી રસ ઝપાટાબંધ ઘટવા લાગ્યો છે અને તેથી ધર્મના નાતાથી રહેલાં ધર્મસ્થાનોમાં પોતાનો ભોગ આપવાનો રસ લગભગ ઘટી ગયો છે. તીર્થોની રક્ષા કરવા જેવા અતિગંભીર પ્રશ્નોમાં પણ જ્યારે સાધુઓને રસ લેવો પડે ત્યારે સમજાઈ જશે કે વર્તમાનકાળનો ગૃહસ્થવર્ગ છેલ્લામાં છેલ્લી નિષ્ક્રિયતા અને નીરસતાની પાયરીએ જઈ બેઠો છે.
અત્યાર સુધી મેં માત્ર કડવી પરિસ્થિતિનું ધ્યાન કર્યું. હવે આ પ્રકરણમાં ધર્મસ્થાનોમાં જે ટ્રસ્ટી થયેલા હોય છે તેઓનું જીવન અને