________________
ખંડ પહેલો
| ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરવાની યોગ્યતા
(૧)
જે ધર્મ પ્રતિ વફાદાર હોય, જેનું ધન ન્યાયથી ઉપાર્જિત હોય, સાત વ્યસનોનો સંપૂર્ણ ત્યાગી હોય, લોકોમાં જે આદરણીય હોય, ખાનદાન અને કુલવાન હોય, દાની હોય, જિનપૂજા નિત્ય કરતો હોય, ધર્યવાન હોય, વડીલજનોનો પૂજક હોય, શુશુપા વગેરે બુદ્ધિના આઠ ગુણોથી સંપન્ન હોય, દયાળુ હોય, નીતિમાન હોય, સદાચારી હોય, નીતિપૂર્ણ શાસ્ત્રોક્ત ચૈત્ય-દ્રવ્યાદિની વૃદ્ધિના માર્ગોનો જાણકાર હોય. જે શાસ્ત્રાજ્ઞાઓનો (યથાશક્ય) પાલક અને કટ્ટર પક્ષકાર હોય, પોતાના ગુણસ્થાન પ્રમાણેના શાસ્ત્રોક્ત આચરણના કતાં હોય તે પુણ્યવાન આત્મા ધાર્મિક દ્રવ્યોનો વહીવટ કરવાને અધિકારી છે.
જે અજૈન હોય (જૈન-શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન), ધંધામાં ક્યારેક પણ નાદાર બન્યો હોય, ધંધામાં જેની શાખ ન હોય, આર્યનીતિથી વિરુદ્ધ દાણચોરી વગેરે ધંધાઓ જે કરતો હોય, જે જેલમાં ગયો હોય, જે પરસ્ત્રીગામી હોય, જે ચોરી કરતાં પકડાયો હોય, જેને અન્ય વહીવટ-ક્ષેત્રમાંથી રુખસદ આપવામાં આવી હોય, જેને નામું લખતાં આવડતું ન હોય, જે ધનલાલસુ હોય, ભોગલમ્મટ હોય, ધંધામાં ગાંડા સાહસ કરતો હોય તે આતના વહીવટ કરવા માટે અયોગ્ય ગણાય..
શાસ્ત્રનીતિને સંપૂર્ણ વફાદાર રહીને વહીવટ કરનારો આત્મા સદ્ગતિ-ગામી યાવત મોક્ષપ્રાપક બને છે. તેનાથી વિરુદ્ધ વર્તતો આત્મા દુર્ગતિગામી બને છે. એકાદ પૈસાની પણ ભૂલ કરનારને ભારે કર્મોનો બંધ થાય છે. એમાં ય જે આત્મા અજાણપણે પણ દેવદ્રવ્યને નુકસાન