________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
- ૧૯ અથવા સાધારણ (સાત ક્ષેત્ર) ખાતે લઈ જઈ શકાય.
હા. કુમારપાળ મહારાજાની આરતિને લગતી (તેમના મહામંત્રી, સેનાપતિ વગેરે) ઉછામણીનું બધું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય. પણ તે કુમારપાળ વગેરેને લલાટે તિલક કરવાનું ઘી સાત ક્ષેત્રના સાધારણમાં જાય.
જિનપ્રતિમા અને
જિનમંદિર (૧ + ૨). જે મૂર્તિની અંજનશલાકા થઈ નથી તેને અંજનશલાકા કરાવવાનું જે ઘી બોલાય તે જિનપ્રતિમા ખાતે જમા થાય. આ રકમ નવી જિનપ્રતિમાઓ ભરાવવામાં વપરાય તથા લેપ, આભૂષણો તથા પૂજાની સામગ્રીઓ વગેરેમાં વપરાય.
પૂર્વે નૂતન જિનમંદિરોનાં નિર્માણ શ્રીમંત લોકો મોટા ભાગે સ્વદ્રવ્યથી કરતા હતા. પરંતુ આજે આ ખાતે આવતી દેવદ્રવ્યની રકમ નૂતન જિનમંદિરોમાં પણ-વિના વિરોધે વપરાય છે. આમ હાલમાં સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પણ મંદિરો બને છે અને સહુ તેમાં પૂજા-પાઠાદિ કરે છે. (જો દેવદ્રવ્યથી બનેલાં જિનમંદિરમાં પૂજા થઈ શકે તો જિનેશ્વરદેવની પૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તેવો એકાત્તે આગ્રહ શી રીતે યોગ્ય ગણાય ? જો પરદ્રવ્યથી નીકળતા શિખરજી વગેરે સંઘો સ્વામીવાત્સલ્યો, આંબિલખાતાનાં નિર્માણમાં તે તે ધર્મસેવન થઈ શકે તો સ્વદ્રવ્યથી જ જિનપૂજાનો આગ્રહ એકાન્ત શી રીતે કરી શકાય ? “નિશ્ચયનય’ તો આવો કોઈ ભેદ ન જોતાં ધર્માત્માનો હૈયાનો ઊછળતો ભાવ જ કાર્યસાધક ગણે છે. (વિશેષ જાણકારી માટે આ પુસ્તકનું ‘પરિશિષ્ટ-૨' જોવું.)
- જિનમંદિરને ભેટ મળેલાં ખેતરો, મકાનો, મકાનોનાં ભાડાં વગેરેની રકમ, વ્યાજની રકમ વગેરે, કેસર-પૂજાદિ અષ્ટપ્રકારી પૂજાના ચડાવાની રકમ-પ્રતિષ્ઠા-અંજનશલાકાદિના ચડાવાની રકમ, રથયાત્રાના વરઘોડાના વિવિધ ચડાવાની રકમ, સ્વપ્નની બોલી, ઉપધાનની માળ, સંઘમાળ વગેરેની ઉછામણીઓ, ઊતરેલાં વરખ, ચોખા, બદામ વગેરેના વેચાણની રકમો, પંચ કલ્યાણકોની ઉજવણીના ચડાવાની રકમો વગેરે દેવદ્રવ્ય કહેવાય. અહીં એટલું વિશેષ સમજવું કે રથયાત્રાના વરઘોડાના હાથી, ઘોડા, સાંબેલા વગેરેની ઉછામણીની રકમ (તેમાંથી સાંબેલાનો ખર્ચ કાઢી શકાય) દેવદ્રવ્ય