________________
૨૦
ધાર્મિક વહીવટ વિચાર
ખાતે જાય પણ તેમાં જે ખાસ (કનકથી બનવું. ૪૫ આગમની ગાડી રાખવી વગેરે વસ્તુ હોય તો તેની ઉછામણીની રકમ ક્રમશઃ શ્રાવક ખાતે કે જ્ઞાન વગેરે ખાતે જાય.)
દેવદ્રવ્યના ત્રણ પ્રકારો છે પૂજા દેવદ્રવ્ય- અષ્ટપ્રકારી પૂજાની વાર્ષિક ઉછામણીની રકમ અથવા પૂજા માટે ભેટ મળતી રકમ કે પ્રજાનાં દ્રવ્યો.
નિર્માલ્ય દેવદ્રવ્ય - વરખ વગેરેના ઉતારાની તથા અક્ષત, ફળ, નિવેદ્ય વગેરેના વેચાણની રકમ.
- કલ્પિત દેવદ્રવ્ય - નિભાવ માટે કલ્પેલી કાયમી નિધિ રૂપ રકમ તથા સ્વપ્નના ચઢાવા, ઉપધાનની માળની, સંઘમાળની, વરઘોડાની ઉછામણી વગેરેની રકમ.
(૧) પૂજા દેવદ્રવ્યથી પરમાત્માની તમામ પ્રકારની પૂજા થાય, આંગી, આભુષણો વગેરે ભગવાનને લગતાં સર્વકાર્યમાં વપરાય.
(૨) નિર્માલ્ય દેવદ્રવ્યની રકમ પ્રભુજીના અંગનાં આભૂષણો, ચક્ષુ, ટીકા વગેરેમાં વપરાય તથા જીર્ણોદ્ધારમાં, નૂતન મંદિરમાં વપરાય, પ્રભુજીની - ગપૂજામાં (પૂજા દેવદ્રવ્યની જેમ) ન વપરાય. જ્યાં પૂજાના દ્રવ્યથી કે કલ્પિત દેવદ્રવ્યથી નિર્વાહ ન થતો હોય ત્યાં અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યથી પણ પૂજા થઈ શકે.
(૪) કલ્પિત દેવદ્રવ્યની રકમ જિનપ્રતિમા અને જિનમંદિર અંગેનાં તમામ કાર્યો, કેસરાદિ લાવવું, અજૈન ગુરખા પૂજારીને પગાર આપવો, દીવાબત્તીનો ખર્ચ કાઢવો વગેરેમાં વાપરી શકાય. હા, આ ખાતાની રકમ જીર્ણોદ્ધાર, નૂતન જિનમંદિરમાં પણ વાપરી શકાય. હાલના વહીવટની અંદર દેવદ્રવ્યના આવા ત્રણ પ્રકાર પાડવામાં આવતા નથી. દેવદ્રવ્યની એક જ કોથળી રાખવામાં આવે છે. આ બાબત શાસ્ત્રથી સંગત છે કે નહિ તે ગીતાર્થ આચાર્ય ભગવંતોએ નક્કી કરવાનું છે. અમારા સ્વર્ગીય તરણતારણહાર ગુરુદેવ શ્રીમદ્ મહાન ગીતાર્થ આચાર્ય ભગવંત પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મ.સા.ને આ સંગત લાગતું ન હતું. સંબોધ પ્રકરણ (લે.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી : રચના સમય છઠ્ઠો સૈકો)માં આ ત્રણ પ્રકારો બતાવવામાં આવ્યા છે.