________________
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
હાલ જે દ્રવ્ય દેવકું સાધારણ કહેવાય છે તેનો પણ યથાયોગ્ય પૂજા કે કલ્પિત દેવદ્રવ્યમાં સમાવેશ જાણવો.
જિનમંદિરરક્ષા કે તીર્થરક્ષા માટે કોર્ટમાં કેસો લડવા પડે, સાહિત્ય પ્રચાર કરવો પડે, ઓફિસ કરવા મકાન રાખવું પડે, ગુરખાઓ રાખવા પડે વગેરે જે કાંઈ કરવું પડે તેમાં દેવદ્રવ્યની રકમ વાપરી શકાય. એટલું ધ્યાનમાં રાખવું કે આ રકમ અજૈન વકીલો, ગુરખાઓ વગેરેને જ આપવી. વળી તેનો બેફામ ઉપયોગ ન થવા દેવો. શ્રાવકના પોતાના ઉપભોગમાં ન આવી જાય તેની કાળજી રાખવી. ભૂતકાળમાં જે શ્રીમંત દેરાસર બનાવતો તે માણસ તે દેરાસરના કાયમી નિભાવ માટે શક્ય વ્યવસ્થા કરતો. આમ તેનું જિનાલયના નિભાવ માટે આપેલ તે દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું.
જિનપૂજાદિ કાર્યોમાં તેના ઉપયોગનો વિરોધ કરનારાઓ પણ આ જ પ્રકારનો ‘જિનભક્તિ સાધારણ’ નામથી ભંડાર તો દેરાસરોમાં મૂકે જ છે. આ રકમ પરદ્રવ્ય અથવા કલ્પિત એવું દેવદ્રવ્ય જ છે તેના દ્વારા જૈનો પ્રભુભક્તિ આદિ કરે તેમાં તેમને કશો વાંધો હોતો નથી. (નવાઈની વાત એ છે કે આમ છતાં તેઓ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો આગ્રહ એવો એકાત્તે સેવે છે કે પરવ્યાદિથી જિનપૂજા થાય જ નહિ ! આ વદતો- વ્યાઘાત લાગતો નથી ? હા. જો કોઈ સ્વદ્રવ્યથી પૂજાદિ કરે તો તેને સ્વય ધનમૂછ ઉતારવાનો મોટો લાભ પણ થાય એ વાત નિશ્ચિત છે. તે લાભ છતી શક્તિએ સ્વદ્રવ્ય પૂજા નહિ કરનારને ન મળે. પરન્તુ તેથી એમ તો ન કહેવાય કે શક્તિમાન વ્યક્તિ પર દ્રવ્યાદિથી પૂજા કરે તો તેનું અહિત જ થાય.
મંદિરો માટેનું દેવદ્રવ્ય એ સામાન્યતઃ સર્વોત્કૃષ્ટ ખાતું છે. કેમ કે એ રકમમાંથી જીર્ણોદ્ધારાદિ થતાં તેમનું આયુષ્ય લાંબું થાય છે. પરમાત્મભક્તિથી અગણિત ગુણોની ખિલવટ થાય છે. હેવાન ઇન્સાન બને છે, ઇન્સાન ભગવાન બને છે. કોઈ પણ ધર્મની સંસ્કૃતિ તેનાં મંદિરોને ફરતી વીંટળાયેલી છે. બાળકક્ષાના જીવોના વિકાસ માટે પરમાત્માની મૂર્તિનું આલંબન અત્યન્ત જરૂરી છે.
જો મૂર્તિ છે તો સંસ્કૃતિ છે. જો સંસ્કૃતિ છે તો પ્રજા છે. જો પ્રજા છે તો દેશ છે.