________________
ધાર્મિક વહીવટ વિચાર આઠ કર્મોમાં સૌથી વધુ ખૂંખાર એવા મોહનીયકર્મના ભુક્કા દેવગુરુની ભક્તિ બોલાવે છે. એ નબળું પડતાં શેષ તમામ કર્મો નબળાં પડે છે. આમ કર્મક્ષય થતાં જીવ શિવ બને છે.
આવા અગણિત લાભોને લીધે જિનમંદિર અત્યન્ત આવશ્યક વસ્તુ બને છે. તેથી જ તેનાં વધુ ને વધુ નિર્માણ અને જીર્ણોદ્ધાર સતત થતાં રહે છે. અબજો રૂ.નાં પ્રાચીન મંદિરોની મરામત વખતોવખત કરતા રહેવી પડે, તે માટે જૈન સંઘને ક્રોડો રૂ.ની જરૂર રહે,
જ્યાં સુધી દેવદ્રવ્યની વ્યવસ્થા અત્યન્ત કડક રીતે જળવાતી રહેશે ત્યાં સુધી જિનમંદિરો માટે દર વર્ષે ક્રોડો રૂ.ની આવક સહેલાઈથી થતી
રહેશે.
જ્ઞાની પુરુષોએ દેવદ્રવ્યની વ્યવસ્થાને આ જ કારણે ‘અત્યન્ત સુદૃઢ બનાવીને, એક પૈસાના પણ તેના ભક્ષણ કે દુરુપયોગને અતિ ભયાનક કર્મોનું બંધક જણાવીને સમગ્ર જૈન સંઘ ઉપર-જીવમાત્ર ઉપર-અસીમ ઉપકાર કરી દીધો છે. જો દેવ સંબંધિત ઉછામણીઓને ધનના બદલે નવકાર, સામાયિક, મૌન વગેરેના માધ્યમથી બોલાવવાની રજા આપી હોત તો દેવદ્રવ્ય ખાતે પૂરજોશમાં રહેતો સંપત્તિનો બારમાસી પ્રવાહ સાવ મોળો પડી ગયો હોત.
બેશક, ધનના માધ્યમની ઉછામણી હોવાથી મધ્યમ કે ગરીબ વર્ગના માણસો વિશેષ લાભ લઈ શકતા નથી. પરંતુ તેઓ અનુમોદના કરીને પૂરો લાભ લઈ શકે છે. શીલ, તપ અને ભાવ નામના ઉત્તરોત્તર ચડીઆતા ત્રણ ધર્મોનું સાક્ષાતું સેવન કરીને પણ પુષ્કળ આત્મહિત કરી શકે છે.
ધનના દાન નામનો એક જ ધર્મ એવો છે કે જેને શ્રીમંતો સેવી શકે. તેમને શીલ, તપ તો ખૂબ કઠિન પડી જાય, તો શા માટે તેમનું આત્મહિત કરતો દાન-ધર્મ તેમના માટે ન રાખવો ? એથી તેમના ‘ભોગોથી સંભવિત તેમની દુર્ગતિની શક્યતા ઘણી મોળી પડી જાય.
શ્રીમંતોને દાન-ધર્મ સેવવાનો લાભ મળે અને મંદિરોના જીણોદ્ધારાદિ માટે જરૂરી કોડો રૂ. નો પ્રવાહ અખ્ખલિતપણે વહેતો રહે-આ બે લાભોને નજરમાં રાખીને મધ્યમ કે ગરીબ વર્ગના જૈનોએ ઉછામણીના ધનના માધ્યમનો કદી વિરોધ કરવો ન જોઈએ.