________________
૨૩
ચૌદ ક્ષેત્રોનું વિવરણ
અજૈન મંદિરો કરતાં જૈન મંદિરોની અપૂર્વ સાચવણી વગેરેના મૂળમાં દેવદ્રવ્યની કડક વ્યવસ્થા જ કારણ છે. દેલવાડાનાં જિનમંદિરોને બે કલાક સુધી સૂક્ષ્મ રીતે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જોયા પછી વિઝિટ બુકમાં તે અંગેની પ્રશસ્તિને તેઓ લખી શક્યા ન હતા. કેમ કે શબ્દકોપનો કોઈ પણ ઉત્કૃષ્ટ શબ્દ પ્રશસ્તિને પૂરો ન્યાય આપી શકે તેમ ન હતો. છેલ્લે જગા સાવ ખાલી રાખીને, પોતાની સહી કરીને તેમણે વિઝિટ બુક બંધ કરાવી દીધી હતી.
ટ્રસ્ટીઓની મોહદશાને લીધે ટ્રસ્ટોમાં દેવદ્રવ્યની જમાં પડી રહેતી લાખો રૂની રકમ જોઈને આજના બુદ્ધિજીવી વર્ગ તે અંગે એલફેલ અભિપ્રાયો આપી રહ્યો છે. વસ્તુતઃ ટ્રસ્ટીઓએ આ માહદશાનો ત્યાગ કરીને તમામ સંપત્તિ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં આપી દેવી જોઈએ. દેવદ્રવ્યના દસ અબજ રૂ. પણ ઓછા પડે એટલાં બધાં જીર્ણોદ્ધારાદિનાં કાર્યો અખિલ ભારતમાં ચાલી રહ્યાં છે. ICICT CIT
દાતાએ જે ઉદ્દેશથી રકમનું દાન કર્યું હોય તેનાથી અન્ય ઉદેશમાં રકમ ન વાપરી શકાય એવું ચેરિટી કમિશ્નરનો કાયદો પણ જણાવે છે.
કસ્તુરબા ફંડમાં જમા થયેલા એકાવન લાખ રૂ. બંગાળમાં પડેલા તે વખતના કારમાં દુકાળમાં માનવો માટે વાપરી નાંખવાનું ગાંધીજીને જણાવાતાં તેમણે ધરાર ઇન્કાર આ જ કારણે કર્યો હતો. બેશક, પોતાની પ્રચંડ પુસ્થાઈથી તેમણે તે માટે અલગ મોટું ફંડ જોતજોતામાં કરી આપ્યું
જિનાગમ (૩) પૂર્વે આગમો વગેરે મોઢે રહેતાં. પરંપરાથી સૂત્રોના પાઠ ચાલ્યા આવતા. સાધુઓને લખવાની પણ મનાઈ હતી. લખવાથી પ્રાયશ્ચિત્ત આવતું હતું. પરંતુ દુઃયમકાળના પ્રભાવે આગમો વગેરેનું વિસ્મરણ થવા માંડ્યું. પરિણામે જ્ઞાનને નષ્ટ થતું બચાવવા માટે પુસ્તકારૂઢ કરવું પડ્યું. ત્યારથી પુસ્તકારૂઢ જ્ઞાનની સુરક્ષાદિ માટે દ્રવ્યની જરૂરિયાત ઊભી થવા લાગી.
જૂના કાળમાં જૈન સાધુ-સાધ્વીઓને ગૃહસ્થ-પંડિતો વગેરે પાસે ભણવાનો પ્રસંગ ન હતો, એવું જ નહિ ભણનારને પ્રાયશ્ચિત્ત જણાવેલ