________________
ધાર્મિક વહીવટ વિચાર છે. પરંતુ વિષમકાળમાં શાસ્ત્ર-સંમત ન હોવા છતાં સુવિહિત આચરણા સ્વરૂપે વ્યાકરણ, ન્યાયદર્શનો વગેરે ભણવા માટે પંડિતોની આવશ્યકતા ઊભી થઈ ત્યારથી જ્ઞાનદ્રવ્યની વિશેષ જરૂરિયાતો ઊભી થઈ.
જિનાગમ-જિનવાણી-સિદ્ધાંતો વિના શાસન હોઈ શકે નહિ. તેથી જિનાગમો-શાસ્ત્રો વગેરેના રક્ષણ માટે તથા ભણી-ગણીને વિદ્વાન સાધુ સાધ્વીઓ પણ તૈયાર થાય તે માટે જ્ઞાનદ્રવ્યની અત્યંત આવશ્યકતા ગણાય. આ રીતે આ દ્રવ્ય પણ શાસનમાં અતિપવિત્ર અને અતિમહત્ત્વનું છે.
દેવદ્રવ્યની જેમ જિનાગમ આદિ ધર્મગ્રન્થોના લેખન, રક્ષણ આદિ માટેનું જ્ઞાનદ્રવ્ય પણ અતિ પવિત્ર દ્રવ્ય છે. - જ્ઞાનપૂજન, જ્ઞાન અંગેની ઉછામણીઓ-ક્યાંક ક્યાંક થતી જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા, કલ્પસૂત્ર વગેરે સૂત્રોની બોલી, પ્રતિક્રમણનાં સૂત્રોની બોલી, દીક્ષા કે પદપ્રદાન પ્રસંગે નવકારવાળી, પોથી અને સાપડાની ઉછામણી, જ્ઞાન ખાતે મળતી ભેટ વગેરે જ્ઞાન દ્રવ્ય કહેવાય, આમાંથી આગમો, શાસ્ત્રો અને સાધુ-સાધ્વીજીના અધ્યયન માટેના ગ્રન્થાદિ તમામ લખાવી-છપાવી શકાય, સાધુ-સાધ્વીજીને ભણાવતા અજૈન પંડિતોને પગાર કે પુરસ્કાર વગેરે આપી શકાય. જ્ઞાનભંડારો બનાવી શકાય. જ્ઞાનમંદિર બનાવી શકાય. (જેમાં સાધુ-સાધ્વીજીઓ સંથારો કે ગોચરી, પાણી વગેરે ન કરી શકે.)
જ્ઞાન ખાતે (અર્થાત પાઠશાળા વગેરે ખાતે) મળેલી ભેટરૂપ રકમમાંથી જૈન પંડિતને પણ પગાર-પુરસ્કાર આપી શકાય. પાઠશાળાનાં બાળકો માટે ધાર્મિક ભણવાનાં પુસ્તકો વગેરે લાવી શકાય. (જ્ઞાન ખાતે કોઈ દાતા એવા આશયથી દાન આપે કે, “મારી આ રકમનો ચતુર્વિધ સંઘમાં સમ્યગુજ્ઞાનના પ્રસાર માટે-ઉપયોગ કરવા માટે-હું ભેટ આપું છું', આવા સ્થળે આની સ્પષ્ટતા કંરવી.) - જો જ્ઞાનભંડારના કે શ્રમણોના પુસ્તકોનો સમ્યક્ જ્ઞાનાભ્યાસ માટે શ્રાવક-શ્રાવિકાઓ ઉપયોગ કરે તો તેઓ જ્ઞાન ખાતે કાંઈક ભેટ આપે તો સારું ગણાય. | નવકારવાળી વગેરે જે વસ્તુઓ પોતાની નિશ્રામાં ન લે તો ગૃહસ્થોને સદુપયોગ માટે જરૂર આપી શકાય. પોતાનાં બાળકો માટે ચાલતી