________________
ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી
૧૧૩
જવાતું હોય તો ગુરુદ્રવ્યની ચોરીની રકમના પ્રાયશ્ચિત્તરૂપે તેટલી રકમ દેવદ્રવ્યમાં જ વાપરવાનું ત્યાં કહેવામાં આવ્યું હોત, જ્યારે ગુરુ-વૈયાવચ્ચમાં જો તે રકમ ભરવાનું પ્રાયશ્ચિત્તરૂપે જણાવાયું છે ત્યારે આ વાત શાસ્ત્રપાઠથી એકદમ સિદ્ધ થાય છે કે ગુરુદ્રવ્ય વાપરવાનું સ્થાન ગુરુ-વૈયાવચ્ચ પણ છે.
હવે સમજાશે કે વિક્રમરાજા વગેરેનાં દૃષ્ટાન્તોથી (વિવિધ પરંપરારૂપે) ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધાર આદિમાં વાપરી શકાય છે, જ્યારે એ દૃષ્ટાન્તો ઉપરાંતના શાસ્ત્રપાઠથી તેના સ્પષ્ટ શબ્દો દ્વારા ગુરુ વૈયાવચ્ચમાં વાપરી શકાય છે.
ગુરુ-વૈયાવચ્ચના પક્ષવાળા ઉપરના ખાતા તરીકે જીર્ણોદ્ધારમાં જરૂર લઈ શકશે. અને જીર્ણોદ્ધારના પક્ષવાળા ‘આદિ” શબ્દને સ્વીકારીને ગુરુવૈયાવચ્ચને પણ કબૂલી શકે છે. જો તેઓ તેમ ન સ્વીકારે તો પ્રાયશ્ચિત્ત વિધિગત વિધાન (વૈદ્યાદિનું) અસંગત બની જાય. જીર્ણોદ્વારમાં જ જો તે કમ હોય તો વૈદ્યને શી એટલે આ રીતે બન્ને પક્ષની માન્યતાઓનો સમન્વય કરવો એ જ ઉભયપક્ષ માટે હિતાવહ લાગે છે.
પૂ. બાપજી મ. (સિદ્ધિસૂરિ મ.સા.) ના પૂ. ભક્તિસૂરિ મ.સા. ઉપર લખાયેલા પત્રમાં ગુરુપૂજનના દ્રવ્યને ડોળીવાળા માણસ વગેરેને આપવાનું વિધાન કરેલ છે.
સવાલ : [૯૧]ઘણાં બધાં સાધુ-સાધ્વી પોતાના સીધા હસ્તક્ષેપવાળા ઉપાશ્રય બનાવીને કાયમી સ્થિરવાસ રહે છે તો તે સાધુ-સાધ્વી સાવ શિથિલ નહિ બની જાય માટે એવું નથી લાગતું કે ક્રિયોદ્ધારની જરૂર છે ?
જવાબ : ક્રિયોદ્વાર જેવું મહાન્ કાર્ય તો કોઈ યુગપુરુષ જેવા મહાત્મા કરી શકે. પણ જ્યાં સુધી આવા મહાપુરુષ સંપૂર્ણ ક્રિયોદ્ધાર ન કરે ત્યાં સુધી જેનામાં જેટલી શક્તિ હોય તે મુજબ ક્રિયોદ્ધાર માટે પુરુષાર્થ કરતા રહે તે ઇચ્છનીય છે. હાલ, તો જૈનસંઘ જોરદાર યાદવાસ્થળીમાં સપડાયો છે. એમાંથી જો એને કોઈ છોડાવે, એકસંપી કરે તો ય ઘણું.
સંસાર-ત્યાગીએ ઘર મૂકયું છે. એને હવે નવું ઘર વસાવવાનું હોય નહિ. પરન્તુ જે વૃદ્ધ થયા છે કે ટૂંક સમયમાં વૃદ્ધ થવાના છે તેમને એવો વિચાર આવે છે કે, “મારા તે સમયના સ્થિરવાસ માટે હું એકાદ